રાણી ક્યારેય નૃત્ય તેમજ અંગ પ્રદર્શન ન કરે, ‘ઘુમર’ ગીતથી રજપૂત સમાજનો રોષ
પદ્માવતી ફિલ્મના પ્રસારણને રોકવા માટે થયેલા વિવાદને કારણે સંજય લીલા ભણસાલીની ફિલ્મ સુપ્રીમ કોર્ટ પહોંચી છે. રાજપૂત સમાજની લાગણીઓને દુભાવવાના આરોપ સામે સુપ્રીમમાં અરજી કરવામાં આવી છે. આ અરજી એડવોકેટ સોમેશ ચંદ્રા દ્વારા કરવામાં આવી છે. આ ફિલ્મનો રાજપુત સમાજ દ્વારા ખુબજ રોષ સાથે વિરોધ કરવામાં આવ્યો છે. તેમજ ફિલ્મમાં રાણી ‘પદ્માવતી’ની ખોટી પ્રદર્શની કરવામાં આવી છે.
ટ્રેલરમાં દર્શાવ્યા પ્રમાણે રાણી પદ્માવતી ઘુમર ડાન્સ કરે છે જેણે કોન્ટ્રોવર્સી સર્જી છે. જો કે ઘુમર એક પારંપારીક નૃત્ય છે. પરંતુ રાણીઓ કયારેય ઘુમર કે ઠુમકા કરતી નથી. દિપિકાએ ફિલ્મના ગીતમાં કરેલા ડાન્સમાં તેનું અંગ પ્રદર્શન પણ થાય છે જે રાજપુત સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડે છે. અરજદાર પ્રમાણે નિર્દેશકે ફિલ્મમાં કંઈક ખાસ અલગ અને મનોરંજક બતાવવાની કોશિષ કરી છે તેમાં આટલો રોષ શા માટે ? રાણી પદ્માવતીની ઓળખ તેની ‘ધર્મનિષ્ઠા’ અને સંસ્કારોથી થતી હતી પરંતુ દર્શકોને ફિલ્મથી વધુ પૈસા કમાવવા માટે કશુંક અલગ જ બતાવવામાં આવે છે. વાત તે સ્તરે પહોંચી ચુકી છે. જેમાં ‚ઢી અને ઈતિહાસની પ્રથાઓનું ઉલ્લંઘન કરવામાં આવે છે. પરંતુ અરજીદારે સુપ્રીમ કોર્ટને ઈતિહાસના જાણકારોની સમક્ષ નિર્ણય લેવાની અરજી કરી છે. રજપુત સિવાય બ્રાહ્મણ સમાજે પણ આ ફિલ્મનો વિરોધ કર્યો છે.