કારખાનામાં મજૂરી કામ મુદ્દે થતા ઝઘડાનો આવ્યો કરુણ અંજામ : હત્યારા પતિની શોધખોળ
કાયદો અને વ્યસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોઇ તેમ ગાંધીધામ અને અંજારમાં ગઈકાલે વધુ એક હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં અંજારના ચંદિયા ગામે મજુરી બાબતે માથાકૂટ થયા બાદ ઉશ્કેરાયેલા પતિએ કુહાડી માથામાં ફટકારી પત્નીનું ઢીમ ઢાળી દીધું હોવાની ઘટના અંજાર પોલીસ મથકે નોંધાઇ છે.બનાવની વિગતો મુજબ મુન્દ્રાના વાંકી ગામના કોલીવાસમાં રહેતા દિનેશભાઇ અલુભાઇ કારૂ (કોલી) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમના બનેવી ખમુ રમજુ કોલી અને તેની 45 વર્ષીય બહેન સોનલબેન અંજારના ચંદિયા ગામે શામજીભાઇ આહિરના બ્લોકના કારખાનામાં મજૂરી કામ કરતા હતા. તેમના બનેવી ખમુ તેમની બહેન સાથે અગાઉ ચાર થી પાંચ વખત મારકૂટ કરી હતી પરંતુ સામાજિક રાહે સમાધાન થયું હતું.
આજે મજૂરી બાબતે બન્ને વચ્ચે માથાકૂટ થયા બાદ બનેવી ખમુએ તેમની બહેન સોનલબેનને માથામાં કુહાડી ફટકારી ગંભીર ઇજા પહોંચાડી તેની હત્યા કરી હોવાનું તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું. તેમણે બહેનને મારી નાખવાર બનેવી સામે અંજાર મથકે ફરિયાદ નોંધાવી હતી. જે મામલે પીઆઇ એસ.ડી.સિસોદિયાએ હત્યારા પતિ સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.