ધર્મ પરિવર્તન કરાવનારી બે મહિલા અને ૧૬ પુરુષોની સ્થળ પરથી જ ધરપકડ કરી હતી.
એક તરફ સમગ્ર ભારતમાં સનાતન ધર્મને સ્થાપિત કરવા માટે બાગેશ્વર ધામ જે રીતે કાર્ય કરી રહ્યું છે તેને સાથ અને સહકાર આપવા દરેક સમાજના લોકો એક અઠ્ઠા થઈ રહ્યા છે ત્યારે બીજી તરફ ઉત્તર પ્રદેશના આઝમગઢ માં ધર્માંતરન કરાવતા 18 લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે. ઉત્તર પ્રદેશના આઝમગઢમાં મોટાપાયે કથિત ધર્માંતરણની ઘટનાનો પર્દાફાશ થયો છે. આઝમગઢ પોલીસે બુધવારે મોડી રાતે એક ધાર્મિક કાર્યક્રમ પર દરોડો પાડયો હતો અને ધર્માંતરણ કરાવી રહેલી બે મહિલા સહિત ૧૮ લોકોની ધરપકડ કરી હતી.ઉત્તર પ્રદેશના આઝમગઢમાં મોટાપાયે કથિત ધર્માંતરણની ઘટનાનો પર્દાફાશ થયો છે. આઝમગઢ પોલીસે બુધવારે મોડી રાતે એક ધાર્મિક કાર્યક્રમ પર દરોડો પાડયો હતો અને ધર્માંતરણ કરાવી રહેલી બે મહિલા સહિત ૧૮ લોકોની ધરપકડ કરી હતી.
‘ધ કેરલ સ્ટોરી’માં હિન્દુ યુવતીઓનું બ્રેઈનવોશ કરી તેમને મુસ્લિમ ધર્મઅંગિકાર કરાવી આઈએસઆઈએસના આતંકીઓને સોંપી દેવાની ઘટનાનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. આવી જ એક ઘટનાનો યોગી આદિત્યનાથની સરકારમાં ઉત્તર પ્રદેશમાં થઈ હોવાનું જણાયું છે. પોલીસે જણાવ્યું કે, આઝમગઢ જિલ્લાના દેવગાંવ પોલીસ સ્ટેશન હેઠળ ચિરકિહિટ ગામમાં લોભ-લાલચ આપીને કેટલાક હિન્દુઓને ધર્માંતરણ કરી મુસ્લિમ બનાવાઈ રહ્યા હોવાની માહિતી મળી હતી.જાણ થતાં જ પોલીસ ટૂકડી સ્થળ પર પહોંચી હતી. ઘટના સ્થળે ઘણી મોટી સંખ્યામાં લોકો હાજર હતા. બધા લોકો મજાર પર ત્રિશૂલ, ફૂલની માળા લપેટીને અને લીલું કપડું બાંધીને કવાલી ગાતા હતા. સાથે જ મુસ્લિમ ધર્મની પ્રશંસા કરી રહ્યા હતા અને હિન્દુ ધર્મની માન્યતાઓને પાખંડ અને ખોટી ગણાવી રહ્યા હતા. સાથે જ હિન્દુઓને લોભ-લાલચ આપીને મુસ્લિમ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું.
પોલીસે ઘેરાબંદી કરીને ધર્મ પરિવર્તન કરાવનારી બે મહિલા અને ૧૬ પુરુષોની સ્થળ પરથી જ ધરપકડ કરી હતી. આરોપીઓએ જણાવ્યું કે, લોકોને હિન્દુમાંથી મુસ્લિમ ધર્મ પરિવર્તન કરાવવા પર અમને નાણાં મળે છે. આજે પણ અમે લોકો ધર્મ પરિવર્તન કરાવવા માટે એકત્ર થયા હતા. પોલીસે ઘટના સ્થળેથી ૭ ત્રિશૂલ, બે ફોટો, બે ઢોલ, બે સાઉન્ડ મિક્સર, હાર્મોનિયમ, ગેસ સિલિન્ડર, ગેસનો ચૂલો, જનરેટર, ટેમ્પો, બુલેટ અને અર્ટિગા કાર જપ્ત કરી હતી. પોલીસે ઉમેર્યું હતું કે, આ ગેંગનો વડો મૈનપુરીનો રહેવાસી સિકંદર છે. તેની પણ ધરપકડ કરાઈ છે.