મેયર ડો. પ્રદિપ ડવે બાબા બાગેશ્વરની કાર્યાલયની મુલાકાત લઇ આપ્યું યોગ્ય માર્ગદર્શન
મઘ્યસ્થ કાર્યાલયમાં સવારથી મોડી રાત સુધી બેઠકોનો ધમધમાટ
સમગ્ર દેશમાં હિંદુત્વ અને હિંદુ રાષ્ટ્રની જ્યોત પ્રગટાવીને નીકળેલા બાઘેશ્વર ધામના સરકાર પૂ. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના રાજકોટના કાર્યક્રમને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે બાગેશ્વર ધામ સેવા સમિતિ દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડમાં શરૂ કરવામાં આવેલા મધ્યસ્થ કાર્યાલયમાં દરરોજ સવારથી મોડી રાત સુધી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવેલ.રાજકોટ શહેર ના યુવા અને સતત જાગૃત મેયર પ્રદીપભાઈ ડવ ખાસ કાર્યાલય ની મુલાકાતે પધારેલ. કાર્યક્રમ વીશે જાણકારી લીધી. યોગ્ય માર્ગદર્શન આપ્યું અને જરૂરી સૂચનો કર્યા. શહેરના વિવિધ સમાજના અગ્રણીઓ અને સંસ્થાઓએ બાગેશ્વર સરકારના કાર્યક્રમને સમર્થન જાહેર કર્યું હોવાથી આયોજકોનો ઉત્સાહ પણ બેવડાયો છે.મધ્યસ્થ કાર્યાલયના ઇન્ચાર્જ ભરતભાઈ દોશીના જણાવ્યા અનુસાર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાંથી બાગેશ્વર બાબાના કાર્યક્રમને જબરું સમર્થન મળી રહ્યું છે અને આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે લોકો પૂછપરછ કરી રહ્યા છે. ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં પણ ફેલાયેલા બાગેશ્વર બાબાના સમર્થકો અને હિન્દુ ધર્મ પ્રેમીઓ પણ રાજકોટના કાર્યક્રમમાં ઉમટી પડવાના છે.
આગામી તારીખ પહેલી અને બીજી જૂનના રોજ રેસકોર્સ મેદાનમાં યોજાનારા મહા દિવ્ય દરબાર ની સફળતા માટે કાર્યકરોની મોટી ફોજ કામ કરી રહી છે બાગેશ્વર ધામ સેવા સમિતિના મુખ્ય આયોજક યોગીનભાઈ છનિયારા ની સાથે, ભરતભાઈ દોશી, કાંતિભાઈ ઘેટીયા, ગુણવંતભાઈ ડેલાવાળા, ડી વી મહેતા, ઘનશ્યામભાઈ હેરભા, વિજયભાઈ વાક કાન્તિભાઈ ભૂત , સહિતના સભ્યો સમગ્ર કાર્યક્રમનું સંકલન કરી રહ્યા છે.
દરમિયાન રાજકોટના પટેલ સમાજ, જૈન સમાજ, બ્રહ્મ સમાજ, સોની સમાજ , કંસારા સમાજ, રાજપુત સમાજ, ક્ષત્રિય સમાજ, સિંધી સમાજ, દલિત સમાજ સહિતના વિવિધ જ્ઞાતિ મંડળો, વિવિધ એસોસિયેશન અને એનજીઓએ આ કાર્યક્રમ માટે પોતાનું સમર્થન જાહેર કર્યું છે ત્યારે દિવ્ય દરબારમાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે તેવી ધારણા છે.
બાગેશ્વરધામ સરકાર ના કાર્યક્રમ અંતર્ગત શહેરભરમાં તેમને આવકારતા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. રાજકોટમાં બાગેશ્વર બાબાને સાંભળવા કરવા માટે સ્વયંભૂ જુવાળ જોવા મળી રહ્યો છે.
દરમિયાન વિવિધ સંપ્રદાયના સાધુ સંતો પણ મધ્યસ્થ કાર્યાલયની મુલાકાતે આવીને સમર્થન જાહેર કરી રહ્યા છે. આ મધ્યસ્થ કાર્યાલયમાં રોજ મેળાવડો જામે છે. અહીં જુદા જુદા દિવસે પ્રખર વક્તાઓ પોતાના વિચારો વ્યક્ત કરવા આવતા હોવાથી મોટી સંખ્યામાં કાર્યકરો પણ એકત્ર થઈ રહ્યા છે.
આજે કાર્યાલયની મુલાકાતે સહકારી અગ્રણી જ્યોતીન્દ્રભાઈ મેહતા જૈન સમાજના અનિમેષભાઈ રૂપાણી, જે.એમ. સી ગ્રુપ ના વડા મયુરસિંહ, મયુરભાઈ શાહ, જૈન વિઝનના સંયોજક મિલનભાઈ કોઠારી,શિવસેનાના જિમ્મીભાઈ અડવાણી ઉપરાંત દશા સોરઠીયા વણિક મહાજન જ્ઞાતિના પ્રમુખ જયેશભાઈ ધ્રુવ, ત્રિપાંખ સાધુ સમાજના ઓજસભાઈ દેસાણી, મનીષભાઈ ગોસાઈ, નીખિલભાઈ નિમાવત , બોર્ડિંગ ટ્રસ્ટી અતુલભાઇ કોઠારી, સહમંત્રી વિશાલભાઈ મીઠાણી અને કેરોબારી સભ્યો મુકેશભાઈ વાંકાણી, પૂજ્ય ચીમનાજી બાપુ, સમગ્ર વાલ્મિકી સમાજના પ્રમુખ કમલેશભાઈ વાઘેલા, સુરેખાબેન જેઠવા ,ખનકબેન જેઠવા, રીટાબેન જેઠવા, યવનભાઈ મેવાડા, ગૌતમભાઈ ચૌહાણ વગેરે કાર્યાલય ની મુલાકાતે આવ્યા હતા.મયુરભાઈ શાહ, જૈન વિઝનના સંયોજક મિલનભાઈ કોઠારી,શિવસેનાના જિમ્મીભાઈ અડવાણી ઉપરાંત દશા સોરઠીયા વણિક મહાજન જ્ઞાતિના પ્રમુખ જયેશભાઈ ધ્રુવ, ત્રિપાંખ સાધુ સમાજના ઓજસભાઈ દેસાણી, મનીષભાઈ ગોસાઈ, નીખિલભાઈ નિમાવત , બોર્ડિંગ ટ્રસ્ટી અતુલભાઇ કોઠારી, સહમંત્રી વિશાલભાઈ મીઠાણી અને કેરોબારી સભ્યો મુકેશભાઈ વાંકાણી, પૂજ્ય ચીમનાજી બાપુ, સમગ્ર વાલ્મિકી સમાજના પ્રમુખ કમલેશભાઈ વાઘેલા, સુરેખાબેન જેઠવા ,ખનકબેન જેઠવા, રીટાબેન જેઠવા, યવનભાઈ મેવાડા, ગૌતમભાઈ ચૌહાણ વગેરે કાર્યાલય ની મુલાકાતે આવ્યા હતા.