વસોયા કિષ્ટી, સભાયા ધાર્મી, ખુંટ ક્રિસ, નકુલ ખુશાલીએ મેળવ્યો એ.1 ગ્રેડ: એડવાન્સ એકેડમીનું એડવાન્સ ફીચર વિદ્યાર્થી કલાસીસમાં પ્રવેશ મેળવે તેની સાથે જ વાલીને ફોટો સાથેનો મેસેજ પહોંચી જાય છે
પ્રથમ વર્ષે જ 20 વિદ્યાર્થીઓમાંથી 90 પ્લસ પી.આર.14 વિદ્યાર્થીઓ લાવ્યા
વિદ્યાર્થીઓ જેની આતૂરતાથી રાહ જોઇ રહ્યાં હતા એવા ધોરણ 10નું પરિણામ જાહેર થઇ ગયું છે. બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીની સાથે સાથે તેના પરિવાર અને શિક્ષકોની પણ ખુબ જ મહેનત હોય છે. વિદ્યાર્થીને અઘરા લાગતા બોર્ડના વિષયને સરળ બનાવી યાદ રહી જાય તેવી રીતે તૈયારી કરાવવામાં શિક્ષકનો સિંહ ફાળો રહેલો છે. આવી સરળ રીતે વિદ્યાર્થીઓને શિક્ષણ આપતી સંસ્થા જામનગરમાં આવેલી છે, જેનું નામ એડવાન્સ એકેડમી છે. એડવાન્સ એકેડમીનું બોર્ડનું રિઝલ્ટ સો ટકા રહ્યું છે. અહીં ટેલેન્ટેડ શિક્ષકો અને સંસ્થાના સંચાલકોના મેનેજમેન્ટને કારણે વિદ્યાર્થી દોડી દોડીને ભણવા આવે છે. તો આવો વિસ્તૃતથી એડવાન્સ એકેડમીના એડવાન્સ ફાયદાઓ વિશે..
જામનગરમાં રણજીત સાગર રોડ પર કિર્તિપાન સામે એડવાન્સ એકેડમી આવેલી છે. અહીં અંદાજે 350થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. એડવાન્સ એકડમીનું અધ્યતન બિલ્ડીંગ છે, જેમાં ક્લાસરૂમ, ટીચર્સ રૂમ, લાઇબ્રેરી, પ્રોજેક્ટરની સુવિધાઓ આવેલી છે. તો આ એકેડમીમાં એક એવું એડવાન્સ ફીચર છે જે આખા જામનગરમાં ક્યાય નથી. જેમાં એડવાન્સ એકેડમી દ્વારા એક એવી એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે જેમાં વિદ્યાર્થી ક્લાસીસમાં એન્ટર થાય ત્યારે તેના વાલીને ફોટો સાથેનો મેસેજ પહોંચી જાય, અને જ્યારે વિદ્યાર્થી ક્લાસીસમાંથી ઘરે જવા નીકળે ત્યારે વાલીને ફોટો મેસેજથી જાણ થઇ જાય. આ એડવાન્સ ક્લાસીસથી પોતાના બાળકો ક્લાસીસમાં જ છે, અને ઘરે સમયસર પહોંચી જાય અને તેનો બાળક ક્યાંક્યાં જાય છે તેની માહિતી મળી જાય છે.
એડવાન્સ એકેડમીનું બોર્ડનું પરિણામ સો ટકા રહ્યું છે, જેમાં ચાર વિદ્યાર્થીઓ વસોયા ક્રિષ્ટી, સભાયા ધાર્મી, ખુંટ ક્રિસ, નકુલ ખુશાલીએ તો એ વન ગ્રેન પણ મેળવ્યો છે. આ અંગે એડવાન્સ એકેડમીના ગણિત વિષયના શિક્ષકનું કહેવું છે કે અમે અહીં અઘરા લાગતાં ગણિત વિષયને સરળ બનાવીને વિદ્યાર્થીને સમજાય જાય તેવી રીતે ભણાવીએ છીએ. અમારી એકેડમીમાંથી બે વિદ્યાર્થી નકુમ ખુશાલી, નોઇડા સાબીરએ ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં સોમાંથી સો માર્ક મેળવ્યા છે, જેના પરથી તમે અંદાજ લગાવી શકો કે અમારું મેથ્સ કેટલું પાવરફૂલ છે. એટલું જ નહીં બધા જ ધોરણના સાયન્સના પ્રેક્ટિકલ લાઇવ ક્લાસરૂમમાં જ કરાવીએ છીએ.
તો વાલીઓનું પણ કહેવું છે કે એડવાન્સ એકેડમીમાં અમારા સંતાનોને ભણવા અર્થે મોકલ્યા બાદ અમારી બોર્ડની પરીક્ષાની ચિંતા દૂર થઇ ગઇ છે. સામાન્ય રીતે સંતાનો સ્ટડીથી દૂર ભાગતા હોય છે, પરંતુ એડવાન્સ ક્લાસીસનું વાતાવરણ એટલું માફક આવ્યું કે તેઓ ઘર કરતાં ક્લાસીસમાં રહીને અભ્યાસ કરવાનું પસંદ કરે છે. તો એડવાન્સ એકેડમીમાં જે ડિજિટલ મશીન છે તેનાથી અમારી ચિંતા સાવ દૂર થઇ જાય છે. જેથી અમારા બાળકો ક્યારે ક્લાસીસમાં નીકળે છે અને ક્યારે પહોંચે છે તેની માહિતી મળી જાય છે.