‘અબતક’ ની મુલાકાતમાં સંચાલકોએ કાર્યક્રમની આપી વિગતો
રાજકોટની જાણીતી અને ગુજરાતી ભાષાનું જતન કરનારી શાળા તરીકે નામના પ્રાપ્ત કરનારી કે.જે. કોટેચા ગર્લ્સ હાઇસ્કુલ, માઘ્યમીક શાળાનુ પૂર્વ વિઘાર્થીઓના સન્માન કાર્યક્રમ અંગે ‘અબતક’ ની મુલાકાતમાં મીરાબેન પટેલ, નિશાબેન ત્રિવેદી, સંજયબેન કોટક, રેખાબેન પટેેલ અને રશ્મિબેન વસાણીએ કાર્યક્રમની વિગતો આપી હતી.
રાજકોટની પ્રતિષ્ઠિત અને અનેક વિઘાર્થનીઓનું ઘડતર કરનારી ગુજરાતી ભાષા ની અગ્રણી શૈક્ષણીક સંસ્થા ઉદ્યાચલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત કે.જે. કોટેચા ગર્લ્સ હાઇસ્કુલ માઘ્યમિક શાળાના પૂર્વ વિઘાર્થીનીઓ દ્વારા તેમના ઘડતરમાં પાયાની ભૂમિકા ભજવનારા ભૂતપૂર્વ શિક્ષકોનું સન્માન અને કે.જે. કોટેચા ગર્લ્સ હાઇસ્કુલ માઘ્યમિક શાળામાં અભ્યાસ કરેલ ભૂતપૂર્વ વિઘાર્થીની બહેનોના સ્નેહમિલન નો ભવ્ય કાર્યક્રમ તા. 27-5 ના રોજ ગોસિપ ગ્રાઉન્ડ (ન્યુ 1પ0 ફુટ રીંગ રોડ) રાજકોટ ખાતે યોજાવા જઇ રહ્યો છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા અવાનીબેન ચુડાસમા, શ્રઘ્ધાબેન દવે, મીરાબેન પટેલ, મિતાબેન તન્ના, નિશાબેન ત્રિવેદી, દેવાંગીબેન વૈદય, સેજલબેન કોટક, પુનિતાબા ચુડાસમા, રેખાબેન પટેલ, રશ્મિબેન વસાની તથા શીતલબેન વ્યાસ જહેમત ઉઠાવી રહયા છે.