પ્રદક્ષિણા કરતી હોય તે રીતે સિંહણે મંદિર ફરતે ચક્કર પણ લગાવ્યા

આકોલવાડી ગીર સ્થિત પાંડવેશ્વર મહાદેવ મંદીરમા પાંડવેશ્વર મહાદેવના દર્શન કરવા માટે એક સિંહણ અચાનક આવી ચઢતા ભવિકોમાં ભારે આશ્ચર્યે ફેલાઈ  ગયું હતું.

આકોલવાડી ગીરના જંગલમાં  પૌરાણીક મંદીર “પાંડવેશ્વર મહાદેવ મંદીર” આવેલુ છે.આ મંદીર કહેવત છે કે પાંડવો  વનવાસ દરમિયાન અહીં ર રોકાણ કર્યું હતું અહીં  મહાદેવની પૂજા કરતા હતા.  ગઈકાલે મંદીરના પુજારી ગણેશગીરી પુજા કરતા હતા ત્યારે જંગલમાં વીચરતા વીચરતા સિંહણ મંદીરના પ્રાંગણ માં આવી હતી અને મંદીરના પગથીયા ચડીને પાંડવેશ્વર મહાદેવના મંદીરની પ્રદક્ષીણા કરીને દર્શન કર્યા હતા

આ પાંડવેશ્વર મહાદેવ મંદીરનુ આવિસ્તાર ના લોકો મા ખુબ મહાત્મય છે.આ મંદીરના મહંત તરીકે શ્રીકીર્તીચેતન બાપુ સેવા આપે છે.ગઈકાલે અચાનક એક સિંહણ મંદિરમાં આવી હતી.સિંહણ ગર્ભગૃહની સામે ઉભી રહી ગઇ હતી જાણે તે મહાદેવના દર્શન કરતી હોય તેવી આહલાદક દશ્ય સર્જાયું હતું.તેમ ભાજપ અગ્રણી રાજુભાઇ બોરીચાએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.