મિયાણી ગામના ખેડૂત બેન્કમાંથી નાણાં ઉપાડી લાકડા ખરીદવા લાતીમાં ગયાને ચોર થેલો લઈને ફરાર થઈ ગયો
હળવદ તાલુકાના મિયાણી ગામના ખેડૂત બેન્કમાંથી નાણાં ઉપાડી લાકડાની લાતીમાં લાકડું લેવા ગયાને ગઠિયો રૂપિયા ત્રણ લાખ ઉઠાવી ગયો. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ અને એલસીબી ટીમ સ્થળ પર પહોંચી હતી.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના મિયાણી ગામના ખેડૂત બેચરભાઈ વિરમભાઇ કોળી અને તેમનો ભત્રીજો હળવદ બેન્કમાંથી રૂપિયા ત્રણ લાખ ઉપાડી લાતીએ ઇકો ગાડીમાં લાકડા ખરીદવા ગયા હતા. આ સમયે તેઓએ ઇકો કારમાં રૂપિયા ભરેલો થેલો મૂકેલ હતો. તે દરમ્યાન કોઈ અજાણ્યો ઇસમ રૂપિયા ભરેલો થેલો ચોરી જતા ખેડૂત ઉપર આભ તૂટી પડવા જેવી સ્થિતિ સર્જાઈ હતી. બનાવની જાણ થતા જ હળવદ સ્થાનિક પોલીસ અને એલસીબી ટીમ દ્વારા આ ચોર ઇસમને પકડવા વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.