રાજકોટની મહિલાને માનસિક અશાંતિ દૂર કરવાનું કહી વિધિ કરવામાં બહાને મહિલા પાસેથી પૈસા ખંખેર્યા હતા
રાજકોટમાં એક મહિલાએ ટીવીમાં ચમત્કારી તાંત્રિક જયોતિષીની જાહેરાત જોઈ તેના ચક્કરમાં ફસાઈ પોતાની માનસિક અશાંતિ દૂર કરવા જઈ તેને રૂ.2.73 લાખ રુપિયા ગુમાવવાનો વારો આવ્યો હતો. રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસમાં આ અંગે પોતાને ચમત્કારી તાંત્રિક જયોતિષ બાબા ગણાવતા ઈશ્વર રાધાવલ્લભ જોષી વિરૂધ્ધ વિશ્વાસઘાત છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ હતી જેને એક મહિના બાદ ભક્તિનગર પોલીસ દ્વારા ઝડપી પાડી આગળની પૂછતાછ હાથધરી છે.
બનાવની વિગતો મુજબ ટીવીમાં તાંત્રિક વિધિ અંગે જાહેરાત આપી માનસિક અશાંતિને દૂર કરી દેવાની લાલચ આપી ખોટી વિધિ કરવાના બહાને છેતરપિંડી અને વિશ્વાસઘાત કરનાર આરોપી ઈશ્વર જોશી (ઉ.વ.24) મૂળ રાજસ્થાનનો વતની હોવાનું પોલીસ તપાસમાં સામે આવતા પોલીસે અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરી ફરિયાદીની ફરિયાદ આધારે મળેલ સંપર્ક નંબર તેમજ ટેક્નિકલ સોર્સીસ મદદથી રાજસ્થાનના પાલી શહેર ખાતે આંબેડકરનગર વિસ્તારમાં આવેલ તેમના નિવાસ્થાનેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ પકડથી બચવા આરોપી મોબાઈલ ફોન બંધ રાખતો હતો. જો કે, તેમના નિવાસ્થાને આવ્યો હોવાની ચોક્કસ હકીકત બાતમી આધારે પોલીસની એક ટીમ રાજસ્થાન પહોંચી આરોપીની ધરપકડ કરી હતી.અને તેને આ જ રીતે કેટલા લોકોને છેતર્યા છે.તે વિશેની તપાસ પણ હાથધરી છે.