આજના યુગમાં ખાસ યુવા વર્ગે બીમારીઓ-હૃદય સંબંધિ તકલીફોથી કેમ દૂર રહેવું? તેની જાગૃતિ અનિવાર્ય
અબતકના આંગણે ચિંતન ની પાંખે ના માધ્યમથી વર્તમાન સામાજિક જીવન અને લાઈફ સ્ટાઈલ આરોગ્ય સહિતના મુદ્દે લોકોને જાગૃત કરવાના પ્રયાસના ભાગરૂપે એક બૌદ્ધિક ચર્ચાની શૃંખલા ચલાવવામાં આવે છે ,આજે અબ તકના સ્પેશિયલ રિપોર્ટર ડો, અરુણ દવે સાથે હૃદય, હૃદય રો
ગ અને હૃદય રોગ ના હુમલા અને તેની સામેની સાવચેતી ના મુદ્દે નિષ્ણાત એમડી ડોક્ટર કમલભાઈ પરીખ સાથે ચિંતન ની પાંખે માં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી
પ્રશ્ન; હૃદય રોગનો હુમલો શું છે?
ડો, કમલ પરીખ: હૃદય રોગના હુમલા અંગે હવે તો ગામડાથી લઈ શહેરીજનો સુધી લોકો માં સારી રીતે જાણકારી આવી ગઈ છે.. સામાન્ય રીતે હાર્ટ એટેક એટલે હૃદયમાં ઊભી થતી સમસ્યા .હૃદયના ધમણને લોહી આપતી ધમની માં આવતા અવરોધ ના કારણે લોહી નો અટકાવ ’એટલે હાર્ટ એટેક.”.
પ્રશ્ન: નળી બંધ છે અને “બ્લોકેજ” એટલે શું?
ડો, કમલ પરીખ: ખૂબ જ સારું અગત્યનો અને સમજવા લાયક પ્રશ્ન છે જવાબ આપવો પણ સારું લાગશે અને લોકોને સમજવામાં પણ મજા આવશે, માનવ શરીરમાં કુદરતે હૃદયની રચના ખૂબ જ કોમ્પ્લીકેટેડ બનાવી છે હૃદયને ત્રિપરિમાણમાંથી જુઓ તો આગળ નો ભાગ, પાછળનો ભાગ, અને વચ્ચેનો ભાગ માં જોવા મળે અને તેમાં ઘણી નળીઓ દેખાય છે પણ જમણી, ડાબી અને વચ્ચેની નળી મહત્વની છે તબીબી ભાષામાં આ ધમનીઓને નામ આપવામાં આવ્યું છે રાઈટ કોરોનારી ,લેફ્ટ કોરોનારી અને સરકમ ફ્લેશ, એક નળીમાં એક બ્લોક હોય એ જરૂરી નથી.. એક નળીમાં ત્રણ ત્રણ બ્લોક હોઈ શકે, લોહીને હૃદય સુધી પહોંચવામાં જેટલા અવરોધો એટલા” બ્લોકેજ” આમ નળીમાં ઊભા થતા અવરોધ ના કારણે લોહી રોકાતું હોય તેને” બ્લોકેજ “કહેવાય એક બ્લોકેજ બે બ્લોકેજ ત્રણ બ્લોકેજ ના શબ્દોમાં નળી બંધ થવાનું નળી ગણવા વો નહીં પણ પણ એક નળીમાં પણ ત્રણ અવરોધ ઊભા થાય તો એને બ્લોકેજ કહેવાય
પ્રશ્ન: હૃદય રોગના મૂળ લક્ષણો શું. ?
ડો, કમલ પરીખ: ખૂબ જ સરસ પ્રશ્ન છે, હૃદય રોગ ગંભીર બીમારી છે, તેના કરતાં વધારે ગંભીર બાબત એ છે કે હાર્ટ એટેક અંગે ઘણી ગેરમાન્યતાનો આપણે શિકાર થઈએ છીએ, હૃદય રોગના સાચા લક્ષણની વાતો સમજવી ખૂબ જ જરૂરી છે, સામાન્ય રીતે છાતીમાં થતો દુખાવો હૃદય રોગનો જ હોય તેવું માની લેવાને કોઈ કારણ નથી.. પણ હાર્ટ એટેક આવે ત્યારે છાતીમાં દુખાવો થાય તે પણ ધ્યાને રાખવું જોઈએ. સામાન્ય રીતે છાતીમાં ગેસના કારણે, સ્નાયુ ખેંચાવાના કારણે દુખાવો થતો હોય છે, આ તમામ દુખાવાથી ગભરાવાની જરૂર નથી.. હૃદય રોગ ના હુમલાના દુખાવા ના લક્ષણો ખાસ તારવી શકાય તેવા હોય છે… આમ જોવા જઈએ તો હાર્ટ એટેક આવે ત્યારે છાતીમાં ડાબી તરફ નો દુખાવો થાય. અપવાદરૂપ ક્યારેક જમણી બાજુ પણ દુખે ,છાતી દબાતી હોય એવો દુખાવો ,પરસેવો થાય .સાથે સાથે શ્વાસમાં મુંજારો આવે, શ્વાસ લેવામાં ખૂબ મુશ્કેલીનો અનુભવ થાય, ડાબી બાજુ ગળા પાછળ કંઈક ખૂચતું હોય સોયની અણી જેવું અને ડાબા હાથમાં જણજણાટી થાય ,ક્યારેક હૃદયના નીચેના ભાગે લોહી ન મળતું હોય તો છાતીમાં નીચેના ભાગે દુખાવો થાય, પરસેવો અને મુજારો થાય ક્યારેક જમણા હાથમાં પણ જણજણાટી આવે, પણ ડાયાબિટીસના દર્દીઓને કેશિકાઓ શુષ્ક થઈ જવાથી આવા દુખાવાનો અનુભવ થતો નથી, ક્યારેક હૃદય રોગના સામાન્ય લક્ષણો વચ્ચે કાર્ડિયોગ્રામ પણ નોર્મલ આવે છે.. એટલે છાતીનો દુખાવો હાર્ટ એટેકનો જ હોય એવું ન મનાય પણ શ્વાસમાં મુંજારો અને ડાબી બાજુ ગરદન પાસે નો દુખાવો અને જણજણાટી આવે તો માથું મારીને બેસી ન રહેવું..
પ્રશ્ શું બધા જ છાતીના દુખાવા હાર્ટ એટેક ના હોય શકે?
ડો, કમલ પરીખ: પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે .હૃદય રોગથી વધુ અગત્યનું સાચી સમજણ કેળવવાની છે પ્રથમ તો દરેક વ્યક્તિને હાર્ટ એટેકની ચિંતા હોય છે અને દરેક છાતીનો દુખાવો હાર્ડ એટેક માની લેવામાં આવે છે, ક્યારેક ક્યારેક ડોક્ટરની વધારે પડતી તાકીદ પણ ગભરામણ વધારે છે . ગેસ એસીડીટી થી સ્નાયુ સંકોચાય અને છાતીમાં દુખે છે ત દરેક છાતીના દુખાવા હાર્ટ એટેકના જ હોય એવું ન માની લેવાય ..હા ડાયાબિટીસના દર્દીઓની નસો સંકોચાઈ ગયો હોવાથી તેને દુખાવો થતો નથી એટલે દરેક દુખાવો હાર્ટ એટેક હોય તેવું માની ન લેવાય પણ હૃદય રોગ ના હુમલામાં છાતી દુખે એ વાત પણ ધ્યાને રાખવી જોઈએ
પ્રશ્ન સ્વભાવ સાથે હાર્ટ એટેકનો સંબંધ છે ?
ડો, કમલ પરીખ: હૃદય ને પ્રેમ સાથે જોડવામાં આવે છે, લાગણીની અસર હૃદય ની ક્રિયા પર થાય છે. વધુ પડતી લાગણી ઈમોશનલ અને કઠોરતાના અતિરેક થી હૃદય નું નુકસાન થાય છે લાગણીના ફીયર ફેક્ટરથી શરીરમાં. એનોડ્રીલ નામનું હોર્મોન ઉત્પન્ન થાય છે. અને તેનું મગજ પર અસર થાય છે અને તેનાથી ચેતા કેસીકાઓ સંકોચાય છે અને શરીરની રક્તવાહિનીઓ પર દબાણ ઊભું થાય છે કોઈ વસ્તુ ભૂલો નહીં અને મગજમાં યાદ રાખો તો પણ એનોડ્રીલ નોસ્ત્રાવ જ રહે છે .એટલે લાગણીની સિદ્ધિ અસર હૃદય પર થાય દુ:ખ સહન કરતા પરિસ્થિતિને હેન્ડલ કરતા શીખો ;ખુશ રહેવાથી હૃદય સારી રીતે ચાલે છે. સારો સ્વભાવ હોય ,પ્રફુલિત જીવન અને ખુશનુમાં રહેવાથી હૃદયમાં નુકસાનકારક પરિસ્થિતિ ઉભી થતી નથી, ચીડીયા સ્વભાવના કારણે એનોડ્રીલ અંત:સ્ત્રાવ બ્લડપ્રેશર ડાયાબિટીસ જેવી કાયમી મુશ્કેલીઓ આપી દે છ. એટલે
સ્વભાવ ને હાર્ટ એટેક સાથે સીધો સંબંધ ગણી શકાય
પ્રશ્ન હાર્ટ ટ્રાન્સલેટ વિશે આપનું શું કહેવાનું છે,?
ડો, કમલ પરીખ: 21 મી સદીના માં મેડિકલ સાયન્સ દરરોજ નવી નવી શોધ સંશોધનથી અપગ્રેડ થતું જાય છે. શરીરના તમામ અવયવો અંગ ઉપાંગનું હવે રિસાયકલ થાય છે. આંખ, કિડની ના પ્રત્યારપણ પછીહવે હૃદયના પ્રત્યારોપણમાં પણ સફળતા મળી છે. ભવિષ્યમાં માનવ શરીરના તમામ અંગો બદલી શકાશે પરંતુ હૃદયનું પ્રત્યારપણ ન કરવું પડે તે આપણા હાથમાં છે હૃદય આપણને જતનપૂર્વક સાચવે છે .આપણા જીવન માટે તે સતત ધબકતું રહે છે. ત્યારે આપણી પણ હૃદયને જાળવવાની ફરજ છે હૃદયનુંપ્રત્યારપણ હવે સંપૂર્ણપણે સુરક્ષિત છે
પ્રશ્ન હૃદય રોગનું પ્રમાણ યુવાનોમાં કેમ વધ્યું?
ડો, કમલ પરીખ: હા છેલ્લા કેટલાક સમયથી સમાચાર માધ્યમોથી જાણવા મળ્યું કે યુવાનોમાં હૃદય રોગ ના હુમલાનું નું પ્રમાણ વધ્યું છે પરંતુ યુવાનોમાં હૃદય રોગના જીવણ હુમલા એકાએક વધ્યા છે તેવું ગણી ન શકાય. યુવાનોના હૃદય રોગમાં મૂર્તિ થાય જ છે પરંતુ તેનું સચોટ સર્વે થતું નથી હું ભણ્યો ત્યારે એવું શીખવવામાં આવ્યું હતું. શ મહિલાઓમાં માં 40 થી 50 વર્ષ પછી જ્યારે રજો ધર્મ નો સમય થાય ત્યારે હૃદય રોગના હુમલા નું જોખમ વધે પુરુષોમાં 50 થી 60 વર્ષની ઉંમર માં હાર્ટ એટેકનું જોખમ વધે છે હા જીવનશૈલીના કારણે આ વયો મર્યાદા ઘટીને 30 થી 35 વર્ષની થઈ હોય તેવું માની શકાય યુવાનોમાં હૃદય રોગની સમસ્યા આવે જ છે .પણ તેની સારવાર થઈ જાય છે અચાનક હૃદય રોગના હુમલા કોઈપણ વસ્તુના અતિરેક્તી થાય . અત્યારે બદલાયેલી જીવનશૈલી વધુ પડતું કામનું ભારણ યુવાનોમાં સાઇલેન્ટલી ઊભી થઈ ગયેલી બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ ,વ્યસન ;તનાવનું સ્તર વધી ગયું હોય તેવી પરિસ્થિતિ ધ્યાને લેવાતી નથી મેં કરેલા સર્વેમાં છેલ્લા કેટલાક સમયથી જાહેર થયેલા યુવાનોના હૃદય રોગના હુમલા ના જીવલેણ બનાવવામાં આવા દર્દીઓની ફેમિલી હિસ્ટ્રી, અને હૃદય રોગ માટે જોખમી હોય તેવી પરિસ્થિતિ ની ક્યારેય નોંધ લેવાય ન હોવાનું જાણવા મળ્યું છે. નિયમિત કસરત કરવાથી સમયાંતરે બ્લડપ્રેશર, ડાયાબિટીસ ,કોલેસ્ટ્રોલ ,સ્ટ્રેસ લેવલ, ની ચકાસણી ની તકેદારી રાખવામાં ન આવે તો અચાનક હૃદય રોગના હુમલા થી મરણ થાય .અત્યારે ઊંઘવાની કલાકો ઓછી થઈ ગઈ છે, આઠ કલાકની પૂરતી ઊંઘ ન આવે તો હૃદય રોગની શક્યતા વધી જાય છે, યુવાન વયે આવતા જીવલેણ હૃદય રોગ એ તાત્કાલિક ઉભી થયેલી સમસ્યા નથી . પરંતુ હૃદયની સારવાર રાખવામાં લાંબા ગાળાથી રાખવેલી બેદરકારી અકાળે મરણનું કારણ બને તેવું કહી શકાય, ડોક્ટર કમલ પરીખે એક દાખલો આપતા જણાવ્યું હતું કે એક મોટી કંપનીના સીઈઓ સવારે ચાર વાગ્યે ઊઠીને નિયમિત કસરત કરતા હતા પરંતુ માત્ર ચાર કલાક જ ઊંઘતા હતા તેમને જીવલેણ હૃદય રોગના હુમલા નો ભોગ બનવો પડ્યો. જમવાના સમયમાં ફેરફાર અનિમિતતાના કારણે શરીરની સંપૂર્ણ જૈવિક વ્યવસ્થા વિખાઈ જાય છે . અને તેનો ભાર હૃદય ઉપર આવે છે અને બંધ થઈ જાય છ
પ્રશ્ન માનવીની જીવનશૈલી અને હાર્ટ એટેક વચ્ચે કોઈ સંબંધ ખરો?
ડો, કમલ પરીખ: હૃદય દરેક જીવ મનુષ્ય સહિત ને ના જન્મથી મૃત્યુ સુધી સાથ આપે છે તો તમે તેને કેમ સાચવતા નથી હૃદય અને જીભે કુદરતે હાડકા સાથે જોડી નથી મૃદુતાનું પ્રતીક હૃદય ને ભાવ સાથે જોડ્યો છે. આનંદમાં રહો તો હૃદય ટનાટન ચાલે. ચિંતા કરો તો તેને મુશ્કેલી પડે . ચિંતા કરનારનું હૃદય વધુ ધબકે છે. હસતા રહો તો હૃદય ન થાકે તે રીતે ધબકે છે. આઠ કલાક કામ 8 કલાકની દૈનિક પ્રવૃત્તિ અને આઠ કલાકની ઊંઘ નું સંતુલન હોવું જોઈએ. જગત આખામાં અત્યારે સૌથી વધુ સંશોધન અને દવાના વેચાણમાં ઊંઘનું નંબર આવે છે .ઊંઘ અત્યારે મોટી સમસ્યા થઈ ગઈ છે. આપણે આપણી જીવનશૈલી નહીં બદલીએ તો હૃદય રોગના હુમલા નું પ્રમાણ હજી વધશે. કસરત ધ્યાન યોગ પ્રાણાયામ યોગ ની નિયમિતતા થી હૃદયને સાચવનારા અંત સ્ત્રાવો શરીરમાં ઉત્પન્ન થાય છે પૂરતી ઊંઘ ખૂબ જ જરૂરી છે. આંતરિક સુખ અને સંતોષ નહીં હોય તો પાચન નહીં થાય પાચન ન થાય તો શરીરની તમામ વ્યવસ્થા ખોવાઈ જાય જીવનમાં દરરોજ 13 અસત્ય ઉચ્ચારણો અને 16 વખત ગુસ્સો કરવાની નોબત આવે છે ..આ પરિસ્થિતિમાં શરીરમાં ઊભા થતા હોર્મોન્સ હૃદય માટે ઘાતક હોય છે દાંત હોય એટલી વાર કોળિયો ચાવવો પડે . જીવનના દરેક કાર્યો માટે નિયમો હોય છે આમ આદર્શ જીવનશૈલી થી જરા પણ આડુ અવળું કરો એટલે તેની સીધી અસર દિલ ઉપર થાય