બખરલા ગામે પાણીની લાઈન નાખવાના પ્રશ્ને માથાકૂટ થતા કાકા ભત્રીજા પર પાડોશી શખ્સે 12 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા
ભત્રીજાને પગના ભાગે ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયો
પોરબંદરના બખરલા ગામે પાણીની લાઇન નાખવા મુદ્દે બે શેઢા પાડોશી વચ્ચે થયેલ ઝગડામાં બંધુકના ધડાકા થતાં સમગ્ર જિલ્લામાં સોફો પડી ગયો હતો 10 થી 12 રાઉન્ડ કરાયેલ ગોળીબારમાં વૃધ્ધનું મોત નીપજ્યું હતું અને એક ને ગંભીર ઇજાઓ પહોંચી હતી ગોળીબાર કરનાર શખ્સને પોલીસે ગણતરીના કલાકમાં દબોચી લીધો હતો જ્યારે ગોળીબારમાં ઘાયલ થયેલ યુવાનને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી છે
વિગતો મુજબ બખરલા ગામની જેઠવાડી સીમમાં ખેતર ધરાવતા ખીમભાઈ ગીગાભાઈ ખૂટી સહિત 10 જેટલા ખેડૂતોને નજીકમાં આવેલ જરમાંથી સિંચાઈ માટે પાણી મેળવવું હતું. પાણી મેળવવા માટે ઝરથી ખેતર સુધી પાણીની પાઇપલાઇન નાખવા માટે આ ખેડૂતો દ્વારા નેરી ખોદવામાં આવી હતી, આ નેરી ખીમભાઈ ગીગાભાઈ ખુટીને ખેતર પાસે આવેલ પડતર જમીનમાં ખોદવામાં આવી હતી જે બાબતે તેમના શેઢા પાડોશી ખેડૂત અરજન નરબત ખુટીને વાંધો હોવાથી તેણે ખોદેલ નેરીને જેસીબી વડે સવારે બુરી નાખી હતી.
આ ઘટના બાદ ખીમભાઈ ખૂટી કિશોર ખૂટી સહિત ખેડૂતો અરજન નરબત ખુટીને ખેતરે સમજવવા ગયા હતા જ્યાં અરજન નરબત ખૂટી અને આ ખેડુતો વચ્ચે બોલાચાલી થયા બાદ અરજન નરબત ખૂટીએ 10 થી 12 જેટલા રાઉન્ડ ફાયરીગ કર્યા હતા. જેમાં કીશોર માલદે ખુટીને પ્રથમ પગના ભાગે ગોળીઓ લાગતા તે ત્યાંજ પડી ગયો હતો તો ત્યારબાદ ખીમભાઈ ગીગાભાઈ ખટીને છાતીના ભાગે એક ગોળી લાગતા તે પણ ત્યાં લોહી લુહાણ હાલતમાં ગબડી પડ્યા હતા.
ફાયરીગ થતા અન્ય ખેડૂતો ત્યાંથી નાસી છૂટ્યા હતા.તો આ ઘટના બાદ ઇજાગ્રસ્ત બનેલ કિશોર માલદે ખૂટી અને ખીમભાઈ ગીગાભાઈ ખુટીને સારવાર માટે 108ની મદદથી પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ખીમભાઈ ગીગાભાઈ ખુટીને મૃત જાહેર કરતા તેમના મૃતદેહને પી.એમ માટે પી.એમ રૂમમાં ખસેડવામાં આવ્યો હતો..તો આ ઘટના ને લઈને પોલીસ પણ ઘટન સ્થળે પહોંચી ગઈ હતી તો પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ ખાતે દોળી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત બનેલ યુવાનનું પ્રાથમિક નિવેદન નોંધવામાં આવ્યું હતું પોલીસે આ ઘટના માં ફાયરીગ કરનાર આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.