યુનિવર્સિટીઓએ ર0મી જુન સુધીમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે: પ્રથમ સત્રમાં 130 દિવસ: 10 નવેમ્બરથી 30 નવેમ્બર દિવાળી વેકેશન
રાજય સરકાર હસ્તકની તમામ યુનિવર્સિટીઓ માટે આગામી વર્ષ 223-24 નું એકેડમિક કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે. મેડીકલ અને ફાર્મસી કોલેજોને આ એકેડેમિક કેલેન્ડર લાગુ પડશે નહી. આ ઉપરાંત ટેકનીકલ કોલેજો માટે ઓલ ઇન્ડીયા કાઉન્સીલ ઓફ ટેકનીકલ એજયુકેશન દ્વારા અલગથી એકેડમિક કેલેન્ડર જાહેર કરવામાં આવે તેને અનુસરવાનું રહેશે તેવી સ્પષ્ટતા પણ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે.
રાજયની તમામ સરકારી યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી આર્ટસ, કોમર્સ અને સાયન્સ સહિતની તમામ કોલેજોમાં એકસૂત્રતા જળવાઇ રહે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવતું હોય છે. મોટાભાગે આ એકેડમીક કેલેન્ડર પ્રમાણે જ પરીક્ષાથી લઇને પ્રવેશ સુધીની કામગીરી કરવાની પણ તાકીદ કરવામાં આવી છે. આમ છતાં કેટલીક યુનિવર્સિટીઓમાં એકેડમિક કેલેન્ડર પ્રમાણે કામગીરી થતી ન હોવાની ફરીયાદો ઉકતી હોય છે.
તમામ યુનિવર્સિટીઓને આગામી 1લી જુનથી ર0 જુન સુધીમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી દેવાની રહેશે.
આગામી ર1મી જુનથી યુ.જી. અને પી.જી. સેમેસ્ટર-1 માં પ્રથમ સત્ર શરુ કરી દેવામાં આવશે. યુજી સેમેસ્ટર-3, પ અને પીજી સેમેસ્ટર 3 માટે પહેલું શૈક્ષણિક સત્ર 1પમી જુનથી શરુ કરીને આગામી 16મી ડિસેમ્બર સુધીનું રહેશે. આમ પહેલા સત્રમાં કામકાજના દિવસો 130 રહેશે.