સંરક્ષણ, ફાઈન આર્ટ, સ્કલ્પચર અને મોડેલીંગ સહિતના અનેક કોર્ષમાં યુવાઓને મળે છે ઝળહળતી તક
અત્યાર સુધી આપે કરેલ અભ્યાસમાં મતલબ કે ધોરણ 1 થી 9 સુધી આગળના ધોરણમાં પ્રવેશ મેળવવા સિવાય અન્ય કોઈ વિકલ્પ ન હતો, પરંતુ ધો 10 પાસ કર્યા બાદ કારકિર્દીના ઘડતર માટે ઘણા વિકલ્પો રહેલા છે. આ વિકલ્પોમાંથી કર્યો વિકલ્પ પસંદ કરંવો તેની મૂંઝવણ આપને થતી જ હશે. આ મૂંઝવણનો ઉપાય આપ જ શોધી શકો છો. આપની રસ, રુચિ, શ્રમના વગેરેને ધ્યાને લઈ યોગ્ય વિકલ્પો પસંદ કરીને જતા ભવિષ્યનું ઘડતર કરવું શક્ય છે. ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે ધોરણ -10 પછીના વિવિધ વિકલ્પો નીચે મુજબ છે
ધોરણ -10 પછીના
મુખ્ય વિકલ્પો
ધોરણ 11-12 માં અભ્યાસ -ડિપ્લોમા અભ્યાસક્રમ – ITI અભ્યાસક્રમ – કૃષિ વિષયક અભ્યાસક્રમ – અન્ય અભ્યાસક્રમો – સંરક્ષણ દળ ક્ષેત્રે કારકિર્દી.
ધોરણ : 11-12માં અભ્યાસ
ધોરણ 10 પાસ કર્યા પછી. ધો. 11 સામાન્ય પ્રવાહમાં પ્રવેશ લઈ શકાય છે . સ્ટાન્ડર્ડ ગણિત સાથે ધોરણ 10 પાસ થયેલા વિદ્યાર્થીઓ ધો . 11 વિજ્ઞાનપ્રવાહમાં A Groupમાં અને બેઝિક ગણિત સાથે ધોરણ -10 પાસ થયેલા વિદ્યાર્થીઓ ધો . -11 વિજ્ઞાનપ્રવાહમાં Group માં પ્રવેશ મેળવી શકે છે.
ધોરણ -12 સામાન્ય પ્રવાહ પાસ કર્યા બાદ B.A B.Com માં સ્નાતક થઈને G.P.S.C , U.P.S.Cતથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી શકાય છે.
ધો .12 વિજ્ઞાનપ્રવાહ પાસ કર્યા બાદ NEET , GUJ-CAT જેવી પ્રવેશ પરીક્ષામાં ઉચ્ચ સ્કોર પ્રાપ્ત કરી મેડિકલ , ઇજનેરી , ફાર્મસી તેમજ બી.એસસી . માં સ્નાતક થઈને G.P.S.C UPSC તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી શકાય છે.
ફાઈન આર્ટ્સ ડિપ્લોમા અને મલ્ટિમીડિયાના અભ્યાસક્રમો
ડિઝાઇનનું ફિલ્ડ – જાહેરાતની દુનિયા – ફાઇન આર્ટ ડિપ્લોમા – ડ્રોઈંગ એન્ડ પેઈન્ટિંગ – સ્કલ્પચર એન્ડ મોડેલિંગ – એપ્લાઇડ કોમર્શિયલ આર્ટ
I.T.I.કક્ષાના અભ્યાસક્રમો
આજના ટેકનિકલ યુગમાં તાલીમ પામેલા ટેકનિશિયનોની જરૂરિયાત હોય એ સ્વાભાવિક છે. આ પ્રકારની કારકિર્દી ઘડવા માટે I.T.I.નાં અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. આ અભ્યાસક્રમોને મુખ્યત્વે બે પ્રકારમાં વહેંચી શકાય.
1 . N.C.V.T.ના રાષ્ટ્રીય કક્ષાના અભ્યાસક્રમો.
- G.C.V.T.પેટર્નના રાજ્ય કક્ષાના અભ્યાસક્રમો ઉપરોક્ત અભ્યાસક્રમો પૈકી G.C.V.T.પેટર્નની અભ્યાસક્રમ સફળતાપૂર્વક પાસ કરનારને સ્ટેટ સર્ટિફિકેટ આપવામાં આવે છે . અત્યારે આપણા રાજ્યમાં દરેક તાલુકા મથકે આઈ.ટી.આઈ. ની સંસ્થા છે . સરકારી અને ગ્રાન્ટેડ સંસ્થાઓ છે . આ આઈ.ટી.આઈ.સંસ્થાઓ ઘણા લાંબા અને ટૂંકા ગાળાના અભ્યાસક્રમો ચાલે છે . સરકારી ધારા – ધોરણ મુજબ તેમાં પ્રવેશ અપાય છે . આઈ.ટી.આઈ. માં લગભગ 125
કામધેનુ યુનિવર્સિટી- ગાંધીનગર www.ku guj.org, સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી. દાંતીવાડા www.sdau.edu.in – આણંદ કૃષિ યુનિવર્સિટી – www.aau.in – જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી- www.jau.in -નવસારી કૃષિ યુનિવર્સિટી- www.nau.in.
સર્ટિફિકેટ અભ્યાસક્રમો
પશુધન નિરીક્ષક : ( લાઇવ સ્ટોક ઈન્સ્પેક્ટર ) લાયકાત – ધોરણ -10 પાસ અંગ્રેજી સાથે , ખેડૂત પુત્રને 5 ટકા વેઈટેજ આપવામાં આવે છે.
ગૃહવિજ્ઞાન તાલીમ
ધોરણ -10 પાસ . બે વર્ષનો પ્રમાણપત્ર અભ્યાસક્રમ.
બેકરી તાલીમ
ધોરણ -10 પાસ . બેકરી સંસ્થામાંથી બે વર્ષનો બેકરી ઉદ્યોગનો અનુભવ ધરાવનાર માટે ધોરણ 9 પાસ , ઉમર -15 થી 35 વર્ષ મુદત : 20 અઠવાડિયાનો કોર્સ
બેકિંગ ટેકનોલોજી
મુદત : 20 અઠવાડિયાં (25 બેઠકો) પ્રવેશ લાયકાત :ધો.10 પાસ
મરઘા ઉછેર તાલીમ : ધોરણ -7 પાસ મુદત 10 અઠવાડિયાનો કોર્સ
ગ્રામ્ય કારીગર તાલીમ : ધોરણ -7 પાસ મુદત – 9 માસ ખેતીવાડીમાં વપરાતાં ઓજારો બનાવવાં રીપેર કરવા અંગેનો ધંધો શરૂ કરી સ્વરોજગારી મેળવી શકાય છે.
માળી તાલીમ : ધોરણ -7 પાસ મુદત : છ માસનો પ્રમાણપત્ર કોર્સ બાગ – બગીચા , ફાર્મ તેમજ પાર્કમાં સુપરવાઈઝરની જોબ મળે . ઈચ્છુક સ્વતંત્ર કામ કરી શકાય છે.
ડિપ્લોમા અભ્યાસક્રમો
અંગ્રેજી વિષય સાથે ધોરણ -10 પાસ .અથવા માન્ય સમકક્ષ બોર્ડની પરીક્ષા સાથે પાસ કરેલ હોય. તેવા ઉમેદવારો આ કોર્સ માટે અરજી કરી શકે છે.
કૃષિ ડિપ્લોમા : અંગ્રેજી વિષય સાથે ધોરણ -10 પાસ
મુદત : 3 વર્ષ ( છ સેમેસ્ટર )
બાગાયત ડિપ્લોમા :ધોરણ 10 પાસ
મુદત : 3 વર્ષ (છ સેમેસ્ટર)
કૃષિ ઇજનેરી : ધોરણ -10 પાસ
મુદત : 3 વર્ષ (છ સેમેસ્ટર)
ગૃહ વિજ્ઞાન ડિપ્લોમા (બહેનો માટે )
અંગ્રેજી વિષય સાથે ધોરણ -10 પાસ
મુદત : 3 વર્ષ (છ સેમેસ્ટર)
ચિકિત્સા અને પશુપાલન :
અંગ્રેજી વિષય સાથે ધોરણ -10 પાસ
મુદત : 3 વર્ષ (છ સેમેસ્ટર)
સ્વરોજગારીની તકો
કૃષિક્ષેત્ર નિપુણ ઉમેદવારો પોતાની આવડત, કુશળતા અને અનુભવના આધારે ખેતીવાડી ક્ષેત્રે સ્વ રોજગારી ઊભી કરી શકે છે. જેવી કે, જંતુનાશક દવાઓ બનાવવી અને ખેતીવાડીમાં વપરાતાં ઓજારો બનાવવાં તેમજ જથ્થાબંધ અને છૂટક વેચાણ કરી સ્વ- રોજગારી ઊભી કરી શકે છે. વેટરનરી તથા ડેરી ઉદ્યોગ શરૂ કરીને સ્વ- રોજગારી મેળવી શકે છે.
ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે મળતા અભ્યાસક્રમોનો સમાવેશ કરવામાં આવેલો છે. જે અંગે વધુ વિગતો તેમજ અદ્યતન માહિતી માટે જે – તે કૃષિ યુનિવર્સિટીનો સંપર્ક સાધવા વિનંતી.
IGNOU (ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી ) ના અભ્યાસક્રમો :
ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાં સર્ટિફિકેટ તેમજ અન્ય અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. આ અભ્યાસક્રમોનું માધ્યમ હિંદી અથવા અંગ્રેજી રહે છે.
વધુ માહિતી માટે સંપર્ક કરો.
S.C. હાઇવે , છારોડી – અમદાવાદ
વેબસાઇટ – www.ignou.ac.in
BAOU (ડો . બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ) ના અભ્યાસક્રમો :
10 ધોરણ -10 પછી જે વિદ્યાર્થીઓએ ધોરણ -11 તેમજ 12 ની પરીક્ષા આપી શક્યા નથી અથવા અભ્યાસ છોડી દીધેલ હોય તેવા વિદ્યાર્થીઓ જો વધુ અભ્યાસ કરવા માગતા હોય તે વિદ્યાર્થીઓએ BPEની પરીક્ષા પાસ કરી ડો . બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં સીધો સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી શકે છે . આ ઉપરાંત અન્ય અભ્યાસક્રમો પણ ઉપલબ્ધ છે.
માહિતી માટે સંપર્ક કરો.
ડો . બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નિરમા યુનિવર્સિટીની બાજુમાં, S.G.હાઇવે છારોડી – અમદાવાદ
વેબસાઇટ : www.baou.org
ઈન્ડો-જર્મન ટૂલ રૂમના જોબ ઓરિએન્ટેડ કોર્સ
ઇન્ડો – જર્મન ટુલરૂમ નામની સંસ્થા અમદાવાદમાં વટવા જી.આઇ.ડી.સી. ખાતે આવેલ છે . ભારત સરકારની Ministry of Small . ISO 9001-2000 સર્ટિફાઈડ ટ્રેનિંગ સેન્ટર છે . આ સંસ્થાના પ્રોફેશનલ અભ્યાસક્રમોની Industry માં ડિમાન્ડ સારી છે.
Indo – German Tool Room – ICTR ખાતે ઉપલબ્ધ છે .
ડિપ્લોમા ઇન ટુલ રૂમ એન્ડ ડાયમેકિંગ – DMT સર્ટિફિકેટ ઈન ટુલરૂમ એન્ડ ડાયમેકિંગ પોસ્ટ ડિપ્લોમા ઈન CADCAM વગેરે અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. મુદત : 3 માસથી 4 વર્ષ- કોર્સ મુજબ ફુલ ટાઇમ વધુ માહિતી માટે સંપર્ક કરો. ઇન્ડો – જર્મન ટૂલ રૂમ, 5003 , ફેઝ-4, GIDC અમદાવાદ સાઇટ www.lgrahd.com.
અન્ય અભ્યાસક્રમો
ડી-ફાર્મસી (આયુર્વેદ) મુદત: બે વર્ષ
સંસ્થા : IPS ( Institute of harmasutical Science ) Co ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી, એ.કે. જમાલ બિલ્ડિંગ,
ગુરુ નાનક રોડ, જામનગર.
વેબસાઇટ : ayurveduniversity.com
ફીમેલ હેલ્સ વર્કર :
વિવિધ જિલ્લાઓમાં આવેલી જિલ્લા પંચાયત કેટલની સરકારી હોસ્પિટલોમાં ફિમેલ હેલ્થ વર્કરનોં અભ્યાસ ચાલતો હોય છે.
મુદત 18 માસ, વય: 25 થી 35 વર્ષની બહેનો માટે.
વધુ માહિતી માટે સંપર્ક કરો.
આ અંગે જિલ્લા પંચાયત દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવે છે. આ માટે જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયતનો સંપર્ક કરવો.
આયુર્વેદ કમ્પાઉન્ડર
સંસ્કૃત વિષય સાથે ધો.10 પાસ
મુદત : એક વર્ષ
વય: 16 થી 23 વર્ષ
સરકારી આયુર્વેદ મુવિદ્યાલય, આજવા રોડલ વડોદરા.
સેનેટરી ઈન્સ્પેક્ટર ડિપ્લોમા :
સેનેટરી ઈન્સ્પેક્ટર ડિપ્લોમા ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ
(ઈંતલ) રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદ ખાતે સેનેટરી ઈન્સ્પેક્ટર ડિપ્લોમા અભ્યાસક્રમ ચાલે છે.
ધોરણ -10 પાસ, મુદત -18 માસ
સંસ્યા : ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સેલ ગવર્નમેન્ટ
બરફીવાલા ભવન , કામા હોટેલની સામે, ખાનપુર, અમદાવાદ.
વેબસાઇટ : www.diilsg.org
ફાયરમેન કોર્સ
ધોરણ : 10 પાસ, મુદત: 1 વર્ષ
જે ઉમેદવારે સાહસિક વૃત્તિ, શારીરીક ક્ષમતા અને રોમાંચક કારકીર્દી બનાવવી હોય તેવા લોકો આ અભ્યાસક્રમ પસંદ કરે છે.
ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા જી.સી.વી.ટી માન્ય ઔદ્યોગિક તાલીમ સંસ્થા
વેબસાઈટ: : www. talimroigar.org www. itiadmission guinic.in.
રોજગારીની તકો: સરકારી ક્ષેત્રોમાં, મ્યુનિસિપાલિટી તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતનાં ફાયર સ્ટેશન સંરક્ષણ ક્ષેત્રે, રેલવે, એરપોટ, જીઈબી વગેરેમાં નોકરીની સારી તકો છે.
સંરક્ષણદળ : ભારતીય ભૂમિદળમાં જોડાવવાની પ્રવેશ પરીક્ષાઓ સુવણ તક પૂરી પાડે છે. આ ભરતી પ્રક્રિયા ગુજરાતમાં સરકારી ભરતી કાર્યાલય દ્વારા જિલ્લા અથવા તાલુકા મથકોને થાય છે . તેમાં જિલ્લાની રોજગાર કચેરીઓ મદદરૂપ બને છે.
ઈન્ડિયન એરફોર્સ: ઈન્ડિયન એરફોર્સમાં એરમેન ઇન ડ્રાઈવર મિકેનિકલ ટ્રાન્સપોર્ટ
એમટીડી ટ્રેડ એરમેન નોન ટેકનિક્લ ટ્રેડ વગેરેનો પ્રવેશ પરીક્ષાઓ તેમજ ભરતી પ્રક્રિયા ગુજરાતમાં લશ્કરી ભરતી કાર્યાલય દ્વારા જિલ્લા અથવા તાલુકા મથકોએ થાય છે તેમાં જિલ્લાની
રોજગાર કચેરીઓ મદદરૂપ બને છે. તેથી જે – તે જિલ્લામાં આ કચેરીનો સંપર્ક કરવાથી માહિતી માર્ગદર્શન મળે છે.
સંપર્કસ્થાન : એરમેન ભરતી કાર્યાલય (પશ્ચિમ વિભાગ) મુંબઈ
કમાન્ડિંગ ઑફિસર – 6 એરમેન સિલેક્શન સેન્ટર , કોટન ગ્રીન એરફોર્સ સ્ટેશન,
મુંબઈ – 400033, ફોન : (022) 23714982 (એસટેન્શન 316)
વધુ માહિતી માટે સંપર્ક tion.gov.in www.airmenselec ઈન્ડિયન નેવીમાં સેઈલર
ભારતીય નૌકા દળમાં સેઈલરનું સ્થાન મહત્ત્વનું છે . નૌકા દળની મશીનરી, શાસ્ત્રો , વીજાણુ સેન્સર્સ અને જહાજ પરનાં સાધનોને કાર્યાન્વિત કરવાની અને યોગ્ય રીતે જાળવવાનું કાર્ય સેઇલર દ્વારા થાય છે. વળી નાવિકોને નૌકાદળમાંથી છૂટા કરતાં પહેલાં તેમને પ્રિ લીલીઝ અભ્યાસ દ્વારા નાગરિક જીવનમાં ગોઠવાઈ શકે તેની તાલીમ પણ આપવામાં આવે છે . ફક્ત અપરિણિત ભારતીય પુરુષ નાગરિક જ અરજીપાત્ર છે.
રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ : રેલવે સુરક્ષા દળમાં વોટર કેરિયર, સફાઈવાળા, માળી , ધોબી, દરજી, મોચી જેવા ગૌણ કર્મચારીઓની ભરતી પણ થાય છે. આ પદો માટે ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત ધોરણ -8 પાસ છે અને વયમર્યાદા 18 થી 25 વર્ષ છે . ફીઝીકલ ફિટનેસ ટેસ્ટ તથા લેખિત કસોટી અને મૌખિક કસોટીમાં પાસ થવું ફરજિયાત છે.
રેલવેમાં ગ્રૂપ ડી પોસ્ટ અંતર્ગત ગેંગમેન, ટ્રેકમેન, ખલાસી, પ્લેટફોર્મ પોર્ટર, પાર્સલ પોર્ટર, સફાઈવાલા જેવી પોસ્ટ પર પણ ભરતી થાય છે . લેખિત પરીક્ષા અને શારીરિક ક્ષમતા કસોટી ફરજિયાત છે.
વિદ્યાર્થીમિત્રો ! ધો . 10 પછી ઉપરોક્ત યોગ્ય અભ્યાસક્રમ પસંદ કરીને સફળતાનાં શિખર સર કરી શકાય છે.