લોકોના જાન માલની રક્ષણ કરતા જવાનો માટે
સાંસદ, ધારાસભ્ય, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિત ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત: પોલીસમેન અને પરિવારજનોની સુખાકારી માટે તમામ પ્રયત્ન કરવામાં આવશે: હર્ષ સંધવી
શહેરના પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ કર્મચારીઓ માટે સુવિધાયુક્ત નવા આવાસ ઉભા કરવામાં આવ્યા છે. આ નવનિર્મિત આવાસોનું પોલીસ હેડક્વાર્ટર ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે આ તકે રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વધુ વિગત મુજબ ટાઢ, તડકો અને વરસાદની પરવા કર્યા વગર તેમજ પ્રસંગો અને તહેવારો પરિવારજનો સાથે ઉજવવાને બદલે 24 7 પ્રજાને જાનમાલની રક્ષણ કરતી પોલીસ જવાનોને સગવડતા માટે રાજ્યભરમાં પોલીસ કર્મચારીઓ માટે નવા આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. તે અંતર્ગત રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે પણ નવા આવાસ બનાવવામાં આવ્યા છે. જેમાં બી-કક્ષાના 80 આવાસ અને સી-કક્ષાના 40 આવાસ બનાવાયા છે. શહેરના રેસકોર્સ રીંગરોડ પર આવેલ પોલીસ હેડ ક્વાટર ખાતે નવનિર્મિત પોલીસ આવાસનું રાજ્યના ગૃહમંતી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
પ્રજાની રખેવાળી કરતાં રાજયના પોલીસ સ્ટાફને સુવિધાયુકત આવાસો ઉપલબ્ધ કરાવવા માટે રાજય સરકાર કટીબધ્ધ બની છે. તે માટે રાજ્યભરમાં પોલીસ કર્મચારીઓ માટે નવા આવાસોનું નિર્માણ થયું તે અંતર્ગત રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે પણ નવા આવાસ બનાવવામાં આવ્યા છે. જેમાં બી-કક્ષાના 80 આવાસ અને સી-કક્ષાના 40 આવાસ બનાવાયા છે. આ લોકાર્પણ રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ તકે સાંસદ મોહનભાઈ કુંડારીયા રાજ્ય સભાના સભ્ય રામભાઈ મોકરીયા ધારાસભ્ય દર્શિતાબેન શાહ અને ઉદયભાઇ કાનગડ, રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જોઈન્ટ પોલીસ કમિશનર સૌરભ તોલંબિયા, ક્રાઇમ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી સજજનસીહ પરમાર,સુધીરકુમાર દેસાઈ, રાજકોટ રેન્જના આઈ.જી અશોકકુમાર યાદવ રાજકોટ જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડ,શહેરના તમામ એ.સી.પી અને પી.આઇ સહિતના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતની આન-બાન અને શાન પોલીસ જવાનોની સુખાકારી માટે તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે તેમ અંતમા જણાવ્યું હતું.