ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આજે મોરબી અને રાજકોટ જિલ્લાની મુલાકાતે છે. પ્રજાની રખેવાળી કરતાં રાજયના પોલીસ સ્ટાફને સુવિધાયુકત આવાસો ઉપલબ્ધ કરાવવા માટે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ હેડક્વાર્ટર ખાતે નવા તૈયાર થયેલ 120 આવાસોનું લોકાપર્ણ કર્યું હતું. લાભાર્થીઓને ગૃહમંત્રી દ્વારા ઘરની ચાવી આપવામાં આવી હતી.
રાજયના ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીનો આજ રોજ રાજકોટના પ્રવાસે આવ્યા હતા. બપોરે રાજકોટ પોલીસ હેડકવાર્ટર ખાતે ગુજરાત રાજય પોલીસ આવાસ નિગમ લી. દ્વારા નવનિર્મિત બી કક્ષાના ૮૦ તથા સી કક્ષાના ૪૦ પોલીસ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આવાસોનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ભરતીને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સપ્ટેમ્બર મહિના બાદ પોલીસ ભરતીમાં ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે. ઉનાળા અને ચોમાસાને કારણે ફિઝિકલ પરીક્ષા લઈ શકાતી નથી ત્યારે સપ્ટેમ્બર મહિના બાદ ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે અને ત્યારબાદ સપ્ટેમ્બર મહિના પછી સરકાર ભરતીનું આયોજન કરશે.
પોલીસ આવાસના લોકાપર્ણ પ્રસંગે રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, ધારાસભ્ય ઉદય કાનગડ, રાજકોટ મેયર પ્રદીપ ડવ, મોહનભાઈ કુંડારિયા, રાજકોટ કલેકટર પ્રભવ જોશી, કમલેશ મીરાણી, રમેશ ટીલાળા, સહીતના પદાધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.