તમે ધાર્મિક વ્રત જેવા કે જયા પાર્વતી, મોળાવ્રત, ફુલકાજડી, અગિયારસ જે વર્ષેે મહિને કે દર પંદર દિવસે આવતા હોય છે તે વિશે તો જાણો જ છો અને કોઇને કોઇ નક્ષત્ર કુંડળી, ગ્રહ, નડતો હોયતો દર અઠવાડિયે કોઇવારનું એકટાણું કે ઉપવાસ કરવાનું આવતુ હોય છે જેનાથી નડતા દોષ દૂર થાય અને જીવન મંગલમય પસાર થાય. પરંતુ અત્યારના આધુનિક યુગમાં અમુક એવા દોષ પ્રસરી રહ્યા છે જે બાળકના જન્મથી લઇ નાના મોટા, અબાલ વૃધ્ધ, દરેકને નડતર‚પ સાબિત થઇ રહ્યા છે જેના કારણે બાળકો તેનાં અમૂલ્ય બાળપણથી વિખુટા થયા છે તો તરુણો, યુવાનો અને વૃધ્ધો પણ તેનાં પરિવાર મિત્રોથી દૂર થયા છે ત્યારે એ દોષ એટલે બીજુ કંઇ નહિં પરંતુ ઇન્ટરનેટ, મોબાઇલ, ટી.વી. કોમ્પ્યુટર, જેવી ઇલેક્ટ્રોનિક્સ સુવિધાઓ જેનાથી પેઢીઓ ટેવાઇ ગઇ છે અને પોતાના તથા અન્ય માટે જીવવાનું ભૂલી ગઇ છે તો એમાંના કેટલાંક સમજદાર પરિવારોએ E-fastingજેમાં પરિવારનો દરેક સભ્ય તેમાં બાળકથી વૃધ્ધ તમામનો સમાવેશ થાય છે તે દરેક આ પ્રકારનાં તમામ માધ્યમોથી દૂર રહેવાનું હોય છે જરુરત સિવાય તેનાં ઉપયોગ નહિં કરવાનો તેવો નિર્ણય લેવામાં આવ્યો હોય છે આ પ્રકારની કામગીરી અઠવાડિયામાં એક દિવસ કરવાની રહે છે તો શું તમે પણ કરશો…. ?
એક આધુનિક વ્રત….. E-fasting કરવા જેવું છે હો….!
Previous Article૧૪૦ વર્ષ જુના બ્રિટિશ કાનૂનને રદ કરશે કોણ ?
Next Article OMG: આ પત્રકાર 1 સેકન્ડમાં લખે છે 300 શબ્દ