‘અબતક’ની મુલાકાતમાં આવનાર સરસ્વતિ અને માનવ સેવાના બેવડા અવસરની આપી માહિતી
માનવ સેવા એજ પ્રભુ સેવાના મંત્ર સાથે કાર્યરત માધવરાયની ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 19 મે ના રોજ રકતદાનની સાથે સાથે રાહત દરે ચોપડા વિતરણ અને વૃક્ષારોપણ બહુવિધ સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
‘અબતક’ ની મુલાકાતે આવેલા આયોજક ટ્રસ્ટના પ્રમુખ નિલેશભાઇ ચાવડા, રીતેશભાઇ ટાંક, સંદીપભાઇ મકવાણા, વિજયભાઇ રાઠોડ, કે.જે. ચાવડા અને નીલેશભાઇ ચાવડાએ કાર્યક્રમની વિગતો આપી સેવા યજ્ઞનો લાભ લેવા અનુરોધ કર્યો છે.
શ્રી માધવરાયજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા . 19/05/2023 ને શુક્રવારે શ્યામ મંદિર રીંગ રોડ બાયપાસ, કોઠારીયા ચોકડી ખાતે સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી સમાજ ઉત્થાન, સમાજ ઉત્કર્ષ અને સમાજ સેવાનાં ભાગ રૂપે રક્તદાન કેમ્પ તથા રાહતદરે ચોપડા વિતરણનું આયોજન કરવામાં આવેલ છે .
થેલેસેમીયા ગ્રસ્ત બાળકો – દર્દીઓ માટે રક્તદાન કરી મહામુલ્ય જીવનને જીવંત રાખવાનો દ્રઢ નિર્ધાર સાથે સંકલ્પબધ્ધ થઇએ જે માનવ કલ્યાણ થકી પુણ્ય ઉપાર્જનનું શ્રેષ્ઠ માધ્યમ છે . જેથી ટ્રસ્ટ દ્રારા છેલ્લા 13 વર્ષથી નિયમીત રીતે વર્ષમાં 3 વખત રક્તદાન કેમ્પ કરીને થેલેસેમીયા પીડીત બાળકો તેમજ અસંખ્ય દર્દીઓને રક્ત પુરૂ પાડ્યુ છે.
શિક્ષણ સૌથી શક્તિશાળી હથીયાર છે. જેનો ઉપયોગ દુનીયા બદલવા કરી શકાય છે. વિદ્યાર્થીઓનો શિક્ષણ ક્ષેત્રે ઉત્સાહ વધારવા માટે ટ્રસ્ટ દ્રારા આયોજીત રાહ ચોપડાના વિતરણમાં દરેક જરૂરીયાત મંદ વિદ્યાર્થીઓને ભાગ લેવા જણાવાયું છે.
આમ વૃક્ષ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા માટે ટ્રસ્ટ દ્રારા વૃક્ષ વાવો અને વૃક્ષ બચાવો ” કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે.
આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતી તરીકે ભાનુબેન બાબરીયા, વિજયભાઇ રૂપાણી, કમલેશભાઇ મીરાણી, ડો . પ્રદીપભાઇ ડવ , પુષ્પકરભાઇ પટેલ , ધનસુખભાઇ ભંડેરી , નિતિનભાઇ ભારદ્વાજ , ભુપતભાઇ બોદર , ઉદયભાઇ કાનગડ , રમેશભાઇ ટીલાળા , ડો . દર્શિતાબેન શાહ , ગોવીંદભાઇ પટેલ , અરવીંદભાઇ રૈયાણી , જીતુભાઇ કોઠારી , કિશોરભાઇ રાઠોડ , નરેન્દ્રસિંહ ઠાકુર , કશ્યપભાઇ શુકલ , એ રાજુભાર્ગવ સ્લે , વિનુભાઇ ધવા , રવજીભાઇ મકવાણા , એમ.એમ. સરવૈયા , દક્ષાબેન વાઘેલા , એલ.એલ. ચાવડા , પરેશભાઇ એન . ગોહેલ , આશિષભાઈ ટાંક , સુરેશભાઇ એમ . ટાંક , ડો . કૃપાબેન ટાંક , ડો . જીલેશભાઇ ટાંક , ડો . નિશાંતભાઇ શિરોદરીયા , કૈયાબેન ચોટલીયા , શ્રધ્ધાબેન પરમાર , રોનકભાઇ રાવલ , એસ . બી . રાઠોડ , આર . એસ . રાઠોડ , અને રાયસનભાઇ મેર વગેરેની હાજરી અમારા આ ભગીરથ કાર્યમાં ઉત્સાહ સભર અને પ્રેરણારૂપી રહેશે.
રક્તદાન કેમ્પમાં રાજકોટ વોલન્ટરી બ્લડબેન્ક દ્રારા સેવા આપવામાં આવશે .
આ સમગ્ર આયોજન માટે ટ્રસ્ટનાં પ્રમુખ નિલેશભાઇ ચાવડા , ઉપપ્રમુખ જતીનભાઇ મારૂ , ખજાનચી રિતેશભાઇ ટાંક , મંત્રી કિશોરભાઇ ચોટલીયા , સહમંત્રી સંદીપભાઇ મકવાણા , તેમજ કારોબારી સભ્યો મનોજભાઇ રાઠોડ , વિજયભાઇ રાઠોડ , વિપુલભાઇ ટાંક , હિતેષભાઇ ભાલીયા , કે.જે. ચાવડા , રાકેશભાઈ પરમાર , રાકેશભાઇ ટાંક , રાપ નિખીલભાઇ ટાંક , કિશનભાઇ સોલંકી , જયભાઇ સોલંકી , વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે .