નિરૂપાબેન બ્રેઈનડેડ જાહેર થતા પરિવારે અંગદાન કરવા સહમતી આપતા-કિડની, લીવર, સ્કીન સહિત પાંચ અંગોનું દાન કરાયું
કહેવાય છે કે જનેતાની તોલે કોઈન આવી શકે મા એ મા બીજા વગડાના વા… 14મે આંતરરાષ્ટ્રીય માતૃ દિવસે રાજકોટમાં એક પરિવારે બ્રેઈનડેડ જાહેર થયેલ માતાના અંગોનું દાન કરી પાંચ લોકોના જીવનમાં અજવાળું પાર્થયાની ઘ્ટના સામે આવી છે. પરિવારે અંગદાન માટે સહમતી આપતા લીવર, કિડની સ્કીન સહિત પાચ અંગોનું દાન કરાયું.6
તારીખ 8 મે ના રોજ સવારે 11 વાગ્યે ઘરમાં ચક્કર આવતા પડી જવાથી 50 વર્ષ ના નિરુપાબેન ને વોકાર્ડ હોસ્પિટલ માં તાત્કાલિક દાખલ કરવામાં આવ્યા. ન્યુરો ફિઝિસિયન ડો કેતન ચુડાસમા એ નિરૂપ બેન ને બ્રેઈન સ્ટ્રોક આવ્યાનું નિદાન કર્યું અને સારવાર ચાલુ કરી. શરૂઆત માં થોડી રિકવરી આવી પરંતુ શનિવારે સવારે ફરીથી મગજ માં સોજો આવાથી નિરૂપ બેનનું બ્રેઇનડેથ થઇ ગયું.ખુબજ પ્રેમાળ તથા દયાળુ નિરૂપા બેન સેવા અને દાન ના કાર્ય માં સદાય અગ્રેસર રહેતા.
નિરુપાબેન ના પતિ દિનેશભાઇ, પુત્ર તપનભાઈ, પુત્રવધુ માર્ગીબેન તથા પુત્રી નેહાબેન અને જમાઈ રક્ષિતભાઈ પાડલીયા પણ આવો જ સેવાભાવી સ્વભાવ ધરાવતા હોવાથી જયારે ડો કિરણબેને નિરુપાબેનનું બ્રેઇનડેડ થઈ ગયું છે અને એમનું અંગદાન કરી શકાય એવું જણાવ્યું ત્યારે કોઈ પણ વિલંબ કર્યા વગર એની સહમતિ આપી . જાવિયા પરિવાર ની આ મુશ્કેલ ઘડીમાં કિરીટભાઈ જાવિયા, કુલદીપભાઈ કાલરિયા, હાર્દિકભાઈ જાવિયા, મિલનભાઈ જાવિયા, નવનીતભાઈ કાલરીયા,સ્મિતભાઈ કનેરીયા, કલ્પેશભાઈ જાવિયા, રાજભાઈ જાવિયા અને સંજયભાઈ કાનાણી એ પરિવારને સાંત્વના આપવાનું અગત્ય નું કાર્ય કર્યું.
અંગદાન કરવાનું હોય એટલે રાજકોટમાં ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન હંમેશા આ માટે સંકલન નું સમગ્ર કાર્ય કરવામાં હંમેશા તૈયાર જ હોય . તા. 13 મે ના રોજ નિરુપાબેનનું બ્રેઈન ડેડ થઈ ગયું છે એવી જાણ ન્યુરો ફિઝિશિયન ડો કેતન ચુડાસમા અને ડો કિરણબેન એ ઓર્ગન ડોનેશન ના નેફ્રોલોજિસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન ડો દિવ્યેશ વિરોજા ને કરી એટલે તેઓએ તરતજ અંગદાનની પ્રક્રિયા ચાલુ કરી દીધી. દર્દીના ક્યાં અંગોનું ડેન કરી શકાય એમ છે અને તેને બરાબર જાળવી રાખવાનું કાર્ય ડો દિવ્યેશ વિરોજા એ કર્યું. આ સાથે જ બ્રેઈન ડેથ માટેના સમગ્ર ટેસ્ટ કરવાનું કાર્ય ડો કેતન ચુડાસમા, ડો ચિરાગ માત્રવાડીયા અને ડો પાર્થ કાછડીયા એ કર્યું. વોકાર્ડ હોસ્પિટલ ના આઈ સી યુ ની સમગ્ર ટીમમાં ડો જય ત્રિવેદી, ડો હર્ષિલ ભટ્ટ, ડો. પ્રદ્યુમ્ન ચોક્સી, ડો જય વિઠલાણી, ડો મીત , ડો હાર્દિક,ડો દર્શન, ડો રાજ,વગેરે તથા નર્સિંગ સ્ટાફ હીનાબેન, નીધીબેન નકુમ, દિલસાના શેરસીયા, પાયલબેન વગેરે એ ખૂબ જ સરાહનીય કાર્ય કર્યું હતું. સમગ્ર વોકાર્ડ હોસ્પિટલ સ્ટાફ તથા અશોક ગોંધીયા ચેરીટેબલ ટ્રસ્ટ નો પણ આ સમગ્ર પ્રક્રિયામાં સંપૂર્ણ સહકાર રહ્યો હતો.
ગુજરાત સરકારની અંગદાન નું સંકલન કરનાર સંસ્થા SOTTO ના ચેરમેન અને કિડની હોસ્પિટલ ના ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો પ્રાંજલ મોદી અને કોર્ડીનેટર પ્રિયાબેન એ અમદાવાદથી અને ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ના ભાવનાબેન મંડલી , ભાવેશભાઈ ઝીંઝુવાડિયા, હર્ષિતભાઈ કાવર અને મિત્તલભાઈ ખેતાણી એ રાજકોટ થી સમગ્ર અંગદાનની પ્રક્રિયાનું સફળતાપૂર્વક સંકલન કર્યું હતું. અંગોને ઝડપથી અમદાવાદ પહોંચાળવા માટે જરૂરી ગ્રીનકોરીડોર કરવાનું કાર્ય એ સી પી ગઢવી , પી એસ આઈ એસ. કે. માલણ અને સમગ્ર રાજકોટ પોલીસ ડિપાર્ટમેન્ટ એ અત્યંત ત્વરિત ગતિએ કર્યું હતું.
નિરુપાબેનના અંગદાનથી બે કિડની ફેલ્યુર ના દર્દીઓ, એક લીવર ફેલ્યુર ના દર્દી ના ટ્રાન્સપ્લાન્ટ થવાથી તેઓને નવજીવન મળશે. તેઓના સ્કિન ડોનેશનથી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં બર્ન્સ ના દર્દીઓ ને ઝડપથી રીકવરી થશે. આમ તેઓએ જતા જતા પણ ઘણી વ્યક્તિઓને નવજીવન આપવાનું કાર્ય કર્યું. આજે વિશ્વ માતૃદિવસ ના દિવસે જ નિરુપાબેન ના બ્રેઈન પડેથ ની સ્થિતિમાં તેમનું અંગદાન કરવાનો નિર્ણય લેનાર સમગ્ર પરિવારજનો ને કોટી કોટી વંદન.