સાગર સંઘાણી
હાલ IPLની સીઝન ચાલી રહી છે, જેમાં કમાણી કરી લેવાના હેતુથી સટ્ટોડિયાઓ પણ સક્રિય બન્યા છે. છોટાકાશી તરીકે જાણીતા જામનગરમાં પણ સટ્ટાનું દુષણ ફેલાયું છે. જેમાં જાહેરમાં સ્માર્ટફોનમાં રવિવારે યોજાયેલી રાજસ્થાન અને બેંગ્લોરની મેચમાં સટ્ટો રમતાં એક ઇસમ પકડાયો છે. શહેરમાં વિભાજી સ્કુલ પાસે પોલી દરોડો પાડીને ક્રિકેટનો સટ્ટો રમતાં શંકર નારણ રામાણીને પકડી પાડ્યો હતો. સાથે જ પોલીસે રૂપિયા ૧૦,૨૪૦ના મુદામાલ સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રકરણમાં વધુ 6 શખ્સોની સંડોવણી ખુલતા પોલીસે તપાસ તેજ બનાવી છે.
પ્રાપ્ વિગતો અનુસાર આ ઘટના જામનગરની છે જ્યાં સીટી એ ડિવિઝન પોલીસ મથકના વિક્રમસિહ ભરતસિંહ જાડેજા, રવીરાજસિંહ અનીરૂદ્ધસિંહ જાડેજા, વિરેન્દ્રસિહ ભરતસિહ જાડેજાને જુગારની બાતમી મળી હતી. જેને પગલે જામનગર, વીભાજી સ્કુલના ગેઇટ પાસે રેડ પાડી હતી. આ વેળાએ જયપુરમાં ચાલતા આઇ.પી.એલ ૨૦૨૩ ના રાજસ્થાન રોયલ તથા રોયલ ચેલેન્જ બેંગ્લોર વચ્ચે રમાતા ૨૦-૨૦ મેચનુ મોબાઇલ પર પ્રસારણ નિહાળી પોતાના મોબાઇલથી ફોનથી રન ફેર તથા હારજીતના સોદા પાડી જુગાર રમી રમાડે છે.
જે બાતમીને આધારે પોલીસે રેડ પાડી આરોપી શંકરભાઇ નારણભાઇ રામાણી (ઉ.વ પર રહે, દિ પ્લોટ ૫૩ જૈનમ એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૩૦૧ જામનગર)ને પકડી પાડ્યો હતો. જેની પાસેથી પોલીસે રોકડ રૂ.૧૦,૨૪૦ તથા બે મોબાઇલ કિ.રૂ.૨,૨૦૦ મળી કુલ રૂ.૧૨,૪૪૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો.જેમાં ક્રિકેટના સટ્ટામા આઇ.ડી આપનાર સાગરભાઇ તન્ના તથા ગ્રાહકો અશોકભાઇ શીંગાળા, મનોજભાઇ, ભાવીક ઉર્ફે ભાવેશ ઠક્કર, તથા ભરતભાઇ દેવાણી, મયુરભાઇ શીંગાળાનું નામ ખુલતા પોલીસે તેને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.
આ કામગીરીમાં પીઆઇ એન.એ. ચાવડા હેડ કોન્સ્ટેબલ, દેવાયતભાઇ રામાભાઇ માંબરીયા તથા રવીરાજસીહ અનીરૂદ્ધસિંહ જાડેજા, મહીપાલસિહ મયુરસિંહ જાડેજા તથા શૈલેષભાઇ કાતીલાલ ઠાકરીયા, સુનિલભાઇ અરજણભાઇ ડેર, મહેન્દ્રભાઇ રમેશભાઇ પરમાર તથા પો.કોન્સ શીવરાજસિહ નટુભા રાઠોડ તથા રાજેન્દ્રસિંહ ધનશ્યામસિહ ડોડીયા, ખોડુભા કનુભા જાડેજા તથા પો.કોન્સ વીભાઇ ગોવીદભાઇ શર્મા તથા યોગેન્દ્રસિહ નીરૂભા સોઢા, વિજયભાઇ બળદેવભાઇ કાનાણી તથા વિરેન્દ્રસિંહ ભરતસિહ જાડેજા દ્વારા કરાઈ હતી.