રાહુલ અને ચાંદનીની કંકોત્રીમાં પ્રકૃતિ સેવાનો સંદેશ
ગોંડલના પ્રકૃતિપ્રેમી યુવાન નિખિલ પેથાણી પ્રકૃતિ સંરક્ષણ સાથે સમાજિકસેવાના કાર્ય માં જોડાયેલ પરિવારમાં મોટાભાઈ રાહુલ ના શુભ લગ્ન અવસરે ભાઈ રાહુલ ના પરિણય અવસરને પ્રકૃતિ સંરક્ષણ સાથે જોડી સમાજમાં શુભ સંદેશ આપવાનો વિચાર આવતા મોટાભાઈ ના લગ્ન ની આમંત્રણ કંકોત્રી ચકલી ના માળા માં પ્રિન્ટ કરી તમામ સગાસ્નેહીઓને મોકલવામાં આવી.સાથે સંદેશો મોકલવામાં આવ્યો કે અમારા આંગણે મારો મોટોભાઈ રાહુલ સહજીવનના પથપર પોતાનો સંસાર બનાવવા જઈ રહ્યો છે
ત્યારે આ ચકલીના માળા રૂપે તમને મોકલાવેલ કંકોત્રી અવસર પૂર્ણ થયે તમારા નિવાસમાં ચકલીના માળા રૂપે મોકલેલ કંકોત્રી ને ઘરમાં યોગ્ય સ્થાને લગાવી એક માળો એક ઘર બનાવવા ચકલી ને અનુકૂળતા કરી આપશો તો આ પુણ્ય કાર્યમાં નવદંપતિ ની સાથે તમે પણ પુણ્ય કાર્યમાં સહભાગી બની પરિવારના પરીણય પ્રસંગને પ્રકૃતિ સંરક્ષણ કાર્ય સાથે જોડી આપના આશીર્વાદ સાથે જીવસેવાનું ઉમદા કાર્ય થઈ રહેશે..
ચિ. રાહુલ સાથે ચિ. ચાંદની પોતાના નવા સંસારઘરના બંધને જોડાઈ રહ્યા છે તે અવસરે તમારા સૌના ઘરઆંગણે એક એક ચકલીને પણ પોતાનું ઘર મળશે તો તે પુણ્યકાર્ય બેવડાઈ જશે જેનો લાભ બધા ને પ્રાપ્ત થશે.