હવે મેડિકલ પ્રેક્ટિસનરોને ઓળખ આપશે નેશનલ મેડિકલ કમિશન
હવે મુન્નાભાઈ એમબીબીએસ જેવા ડોક્ટરો ભૂતકાળ બની જશે કારણ કે કેન્દ્ર સરકાર અને નેશનલ મેડિકલ કમિશન એ વાત ઉપર ગંભીરતા થી ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે કે જે તબીબો ભારતમાં મેડિકલ પ્રેક્ટિસ કરવા માંગતા હોય તો તેઓને ઓળખ આપવામાં આવશે જેથી કોઈપણ પ્રકારની જે રીતે આચરવામાં આવે નહીં. અત્યાર સુધી મુન્નાભાઈ એમબીબીએસ જેવા તબીબોની સંખ્યા ખૂબ વધુ જોવા મળી રહી છે જેની કોઈપણ જગ્યાએ નોંધણી કરાઈ નથી. જેથી હવે ભારતમાં પ્રેક્ટિસ કરનાર તબીબોને યુનિક આઇડેન્ટિફિકેશન નંબર આપવામાં આવશે અને એનએમઆરના નિયમોને આધીન જ આ આઈડી અપાશે.
નેશનલ મેડિકલ કમિશન અંતર્ગત એક કોમન નેશનલ મેડિકલ રજીસ્ટર બનાવવામાં આવશે જેમાં દેશમાં પ્રેક્ટિસ કરતા દરેક તબીબીઓની નોંધણી કરાશે અને આ જ રજીસ્ટર એથીક્સ એન્ડ મેડિકલ રજીસ્ટ્રેશન બોર્ડ દ્વારા પણ મેન્ટેન કરવામાં આવશે. આ નોંધણી પત્રમાં રાજ્ય અને તેની સંલગ્ન દરેક મેડિકલ કાઉન્સિલમાં સભ્ય રહેલા તબીબોની તમામ જરૂરી અને ઉપયોગી માહિતી નો રેકોર્ડ તૈયાર કરાશે જે બાદ જ તેઓને મેડિકલ પ્રેક્ટિસ કરવા માટે લાઇસન્સ આપવામાં આવશે અને તેની સમય અવધી પાંચ વર્ષ નિર્ધારિત કરવામાં આવી છે.
આ પાંચ વર્ષના સમય પૂર્વેદ તબીબોએ તેમનું લાઇસન્સ રીન્યુ કરવાનું રહેશે. રીન્યુઅલ માટે લાયસન્સ એક્સપાયર થાય તે પૂર્વેના ત્રણ માસ પૂર્વે જ કરવાની સૂચના નેશનલ મેડિકલ કમિશન દ્વારા આપવામાં આવી છે. આ કરવા પાછળનો મુખ્ય હેતુ એ જ છે કે જે ખોટા અને વણ નોંધાયેલા તબીબો છે તેના ઉપર આકરા પગલાં લેવાશે.