11 દિકરીઓને 101થી વધારે ભેટ આપીને વળાવશે સાસરે
રાજકોટ ખાતે સરદાર રાસોત્સવ દ્વારા 14 મે 2023 ના રોજ સર્વજ્ઞાતિ સમુહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં 11 દીકરીઓનાં લગ્ન કોઇપણ પ્રકારની ફી લીધા વગર વિના મુલ્યે કરવામાં આવશે. જેમાં દરેક દીકરીને સોના-ચાંદીના ઘરેણાં સહિત 101 થી પણ વધારે ઘરવખરીનો કરિયાવર આપવામાં આવશે. આ સમુહ લગ્નમાં સુંદર મંડપ ડેકોરેશન સાથે અદ્યતન લાઈટિંગ અને સાઉન્ડ સાથે સુપ્રસિધ્ધ કલાકારો દ્વારા ભાતિગળ લગ્નગીત – લોકગીત રજુ કરવામાં આવશે. આ ઉપરાંત વર-ક્ધયા પક્ષનાં દરેક મહેમાનો માટે સુંદર બેઠક વ્યવસ્થા તેમજ સ્વાદિષ્ટ ભોજન રાખવામાં આવેલ છે.
‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા જીતેન્દ્ર રાબડીયાએ જણાવ્યું હતું કે જેમાં બંને પક્ષનાં મહેમાનોની સંખ્યામાં કોઇ મર્યાદા રાખવામાં આવેલ નથી. સરદાર રાસોત્સવ દ્વારા થતા નવરાત્રી મહોત્સવ દરમિયાન મળતી ફંડની રકમમાંથી રાજકોટની અલગ-અલગ ગૌશાળાઓમાં ગાયોને ઘાસચારો મોકલવામાં આવે છે. તેમજ સમાજ સેવાની વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. આ જાજરમાન સર્વજ્ઞાતિ સમુહ લગ્નના આયોજનમાં પણ દાતાઓનો સહયોગ મળેલ છે. આ સમુહ લગ્નમાં મોન્ટુ મહારાજ, અલ્પા પરમાર, સેજલ ગોંડલિયા સહિતનાં સુપ્રસિધ્ધ કલાકારો ભાતિગળ લગ્નગીત-લોકગીત રજુ કરશે. જેમાં સુંદર લાઈટિંગ અને સાઉન્ડની વ્યવસ્થાની રિંકલ પટેલ, બંટી પટેલ અને સાગર પટેલ દ્વારા આપવામાં આવેલ છે.
આ સમુહ લગ્ન ગુજસ્ટાર અને આર.એસ. રામદેવ સાઉન્ડ દ્વારા યુટ્યુબ પર લાઇવ રજુ કરવામાં આવશે. આ સમગ્ર આયોજન માટે જીતેન્દ્ર રાબડિયા, અંકિત ગજેરા, રિંકલ પટેલ, જીજ્ઞેશ પટેલ, વિપુલ પટેલ, નિશાંત ગજેરા, ગીરીષ પટેલ, નરેશ મોલિયા, ડી. કે. પટેલ, રાહુલ ખૂંટ, રાજેશ પટેલ અને રસિક પટેલ સહિતનાં આયોજકો અને કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યાં છે.
આ સમુહ લગ્નનું સ્થળ છે અથર્વ ફાર્મ, નિત્યમ વિલા સામે, 80 ફૂટ રોડ, કુવાડવા રોડ, રાજકોટ. આ સમુહ લગ્નમાં આયોજકોનો ઉત્સાહ વધારવા તેમજ દીકરીઓને આશીર્વાદ આપવા પધારવા રાજકોટની જનતાને સરદાર રાસોત્સવ હાર્દિક આમંત્રણ પાઠવે છે.
‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે જીતેન્દ્ર રાબડિયા, ડી.કે.પટેલ, નિશાંત ગજેરા, રાજેશ પટેલ સહિતના ઉ5સ્થિત રહ્યા હતા.