ખારાઘોડાના અગરીયાઓના બાળકોનું ખુશમીજાજ જીવન શિખવા જેવું
સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા રણમાં ભલે રહેવા માટે ઘરનો હોય પહેરવા માટે વસ્ત્ર ન હોય છતાં મોજથી જિંદગી જીવતા આ અગરિયાના બાળકો….
સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા રણમાં મીઠા ની ખેતી કરતા આગરીયાઓના પરિવારમાં જીવનમાં ભલે ખારાશ હોય પરંતુ તેમના જીવન માયાળુ અને માનવતા ભર્યા હોય છે પોતે ભલે આઠ માસ સુધી રણમાં ખારા પાણીથી લઈ અને મીઠા નું ઉત્પાદન થાય ત્યાં સુધી પોતાનું જીવન ખારા સમા વિતાવતા હોય પરંતુ પોતાના જીવનની સાથે વર્ણહરી જિંદગી ને આગરીયાઓ મોજથી જીવતા હોય છે ત્યારે બંગલામાં રહેતો સુખી સંપન્ન કરોડપતિ હોય કે પછી અબજોપતિ હોય પરંતુ તેના જીવનમાં શાંતિ નામનો માત્ર શબ્દ જ હોય પરંતુ જીવનમાં શાંતિ ક્યારેય ન હોય ત્યારે આગરિયાઓના મોજીલા જીવનની અનોખી દાસ્તાન રણમાં જોવા મળે છે.
આ ઝુંપડી ની બહાર એક ઢોળીઓ ખાટલો ઢાળેલો દેખાય છે બાળક માત્ર ઉપરનું વસ્ત્ર પહેરી અને નજરે પડી રહ્યું છે માતા-પિતા તો ક્યાં છે તેને પણ ખબર નથી છતાં પણ તેનું જીવન મોજીલી દાસ્તાન સમાન છે ત્યારે અગરિયા પરિવારની દીકરી રણમાં કોઈપણ વસ્તુની ખરીદી કરવી હોય તો 20 થી 25 કિલોમીટર ગામમાં જવું પડતું હોય છે માત્ર 500 ગ્રામ બાજરાનો લોટ લેવો હોય તો પણ ગામમાં જવું પડે એવી દાસ્તાન સાથે પોતાની મોજમાં પોતાના ભાઈને સાયકલની પાછળ બેસાડી અને જાણે કે આખા પરિવારની ખરીદી કરવા ન જઈ રહી હોય તેવો તેનો જ હસમુખો ચહેરો અને તેના મુખ ઉપર હાસ્યની રેલાતી તસવીર આ રણમાં ભાઈ બહેનની સાથે જોવા મળે છે બે બાળકો જાણે પોતાનું જીવન બનાવવા બેઠા હોય તેવી તસવીર સામે આવી રહી છે ત્યારે આ બંને બાળકો માત્ર સાવ નાની વયના છે પરંતુ જિંદગીની મોટી વાતો કરતા હોય તેવો અને પોતાનો ઇતિહાસ રચવા ની જાણે વિચારણા કરતા હોય તેવી આ તસવીર ગવાઈ આપી રહી છે.