વેપારીએ પૈસા માંગતા બાપુ બગડયા
સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ દોડતી થઈ
હાદસો કા શહેર મનાતા ગોંડલમાં વહેલી સવારે પાનની બંધ દુકાનનાં બોર્ડ ઉપર કોઈએ ફાયરીંગ કરતા ત્યાં મોટું કાણું પડી ગયું હતું જે અંગેના ફોટો સોસીયલ મીડીયામાં વાયરલ થતા સીટી પોલીસે દોડી જઈ તપાસ હાથ ધરી હતી
પ્રાપ્ત વિગતો મુજબ શહેરનાં કોલેજ ચોક ખાતે આવેલ મધુરમ પાનની દુકાનનાં બોર્ડ ઉપર કોઈએ બંદુકમાંથી ભડાકો કરતા બોર્ડમાં મોટું કાણું પડી જવા પામ્યું હતું અને તે અંગેનાં સોસીયલ મીડીયામાં ફોટોસ વાયરલ થતા સીટી પીઆઇ મહેષ સંગાડા સહીતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને દુકાનદાર લખધીરસિંહ ચુડાસમાને બોલાવી પુછ પર છ કરતા તેઓ દ્વારા મૂળ લુણીવાવના અને હાલ મહાદેવ વાડીમાં રહેતા જનકસિંહ જાડેજાનું નામ આપવામાં આવતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી
બનાવ અંગે સીટી પીઆઇ સંગાડાએ જણાવ્યું હતું કે જનકસિંહ અને લખધીરસિંહ મીત્રોજ છે અને જનકસિંહનું રૂ.800 બિલ બાકી હોય ગલ્લાએ બેસતા કર્મચારી દ્વારા ઉઘરાણી કરવામાં આવતા જનકસિંહે પિતો ગુમાવ્યો હતો અને રાત્રીનાજ બબાલ થવા પામી હતી અને બાદમાં વહેલી સવારે ફાયરીંગની ઘટના બની હોય પોલીસ દ્વારા ખુદ ફરિયાદી બની તપાસ હાથ ધરવામાં આવી છે અને આસપાસ તેમજ આ રોડ ઉપરનાં સીસીટીવી ફુટેજ તપાસવામાં આવી રહ્યા છે. અને જનકસિંહને ઝડપવા ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે.
પોલીસ સુત્રોએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે રાત્રીનાં ઝઘડા દરમ્યાન જનકસિંહને પણ માર મારવામાં આવ્યો હોવા ની વિગતો મળી હોય જો આ અંગે માહિતી મળશે તો તે દિશામાં પણ ગુન્હો નોંધી કાર્યવાહી કરાશે.