સ્ક્રેપમાં વાયા વિરમગામ ક્યાં સુધી ?
વાયા યુએઇથી આવેલા આ ક્ધટેનર મૂળ ક્યાં દેશમાંથી આવ્યા તેનો કોઈ ફોડ ન પડતા તપાસનો ધમધમાટ : અનેક પ્રતિબંધિત અને ઉંચી ડ્યુટી ધરાવતા દેશોમાંથી આ ક્ધટેનર આવ્યાની ગંધ
સ્ક્રેપમાં વાયા વિરમગામ કૌભાંડ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યા છે. પણ હવે આ કૌભાંડો સામે કસ્ટમ્સે બાયો ચઢાવી હોય, દેશના અનેક બંદરો ઉપરથી 800 ક્ધટેનરને અટકાવવામાં આવ્યા છે અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જેને પગલે જામનગરમાં ધડાકા થવાની શકયતા છે.
જામનગરનો બ્રાસ પાર્ટ ઉદ્યોગ વિશ્વ વિખ્યાત છે. અહીં મોટા પ્રમાણમાં સ્ક્રેપ પણ આયાત કરવામાં આવે છે. ત્યારે સ્ક્રેપ ક્ધટેનર વાયા વિરમગામથી ઘુસાડવાના કૌભાંડમાં તપાસનો રેલો જામનગર સુધી પહોંચવાની શકયતા સેવાઇ રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે યુનાઈટેડ આરબ અમીરાતના બંદરથી આ ક્ધટેનર મોકલાયું હોવાની ખોટી માહિતી આપીને તેના આધારે ક્ધસાઈનમેન્ટ રાખવામાં આવ્યું હતું. ભારતીય કસ્ટમ્સ અધિકારીઓએ મૂળ દેશને ટ્રેસ કરવા માટે મોટા બંદરો પર આયાતી હેવી મેલ્ટિંગ સ્ક્રેપના લગભગ 800 ક્ધટેનર અટકાયતમાં લીધા છે.
કસ્ટમ્સના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “જો ક્ધસાઈનમેન્ટમાં જાહેર કરાયેલા મૂળ દેશે કોમોડિટીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હોય, તો માલ ક્યાંથી આવી રહ્યો છે તે તપાસવાની જરૂર છે.” અધિકારીઓને શંકા છે કે આ સામાન પાકિસ્તાન, ઈરાન અને યમનમાંથી લાવવામાં આવ્યો હોઈ શકે છે અને મૂળ બંદરને ખોટી રીતે જાહેર કરીને ભારતમાં લાવવામાં આવ્યો હોઈ શકે છે.
અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે કસ્ટમ અધિકારીઓએ નેશનલ કસ્ટમ્સ ટાર્ગેટિંગ સેન્ટર દ્વારા ફ્લેગ કરાયેલી બાતમીના આધારે કાર્યવાહી કરી હતી.
ખાનગી શિપિંગ ક્ષેત્રના કેટલાક પ્રતિનિધિઓના જણાવ્યા અનુસાર, ભારતમાં કસ્ટમ અધિકારીઓએ યુએઈથી મેટલ સ્ક્રેપ વહન કરતા કન્ટેનર ક્લિયર કરવાનું બંધ કરી દીધું છે. ગયા અઠવાડિયે કસ્ટમ કમિશનર, જવાહરલાલ નેહરુ કસ્ટમ્સ હાઉસ દ્વારા આવા જ એક ક્ધસાઈનમેન્ટને તાજેતરમાં ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું.
ક્ધટેનર યુએઇથી મોકલાયાના ઓફિશિયલ પેપર, પરંતુ યુએઈમાં સ્ક્રેપની નિકાસ ઉપર તો પ્રતિબંધ!
યુએઈએ મે 2020માં ફેરસ સ્ક્રેપની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. 19 જુલાઈ, 2023 સુધી ત્રણ મહિનાના તાજેતરના વિસ્તરણ સાથે પ્રતિબંધ સમય સમય પર લંબાવવામાં આવી રહ્યો છે. આ કન્ટેનર ના પેપરમાં યુએઇથી મોકલવામાં આવ્યા હોવાના ઓફિશિયલ પેપર છે. આમ આ ક્ધટેનર શંકાના દાયરામાં છે.
મોટાભાગના કન્ટેનર
પાકિસ્તાનથી આવ્યાની આશંકા, ભારેખમ ડ્યુટીથી બચવાનું કૌભાંડ
એવું માનવામાં આવે છે કે આયાતકારોએ પાકિસ્તાનથી આયાત પર વધુ ડ્યુટીને ટાળવા માટે આ કન્ટેનર યુએઈથી આવ્યાની ખોટી વિગતો રજૂ કરી છે. આમ ભારેખમ ડ્યુટીથી બચવા માટે આ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની હાલ આશંકા સેવાઇ રહી છે.