જેલમાં રહેલા દિયરને ૩૦ ગ્રામ તમાકુ આપવા આવેલી સુરતની મહિલાની અટકાયત

રાજકોટની સેન્ટ્રલ જેલમાં ગઈકાલે બે ઘટનાઓ પ્રકાશમાં આવી છે.જેમાં પ્રથમ લાંચના કેસમાં સજા ભોગવતા માલવિયા પોલીસના સસ્પેન્ડ મહિલા એ.એસ.આઇની શંકાસ્પદ હિલચાલ જણાતા સ્ટાફે તેની તપાસ કરતા તેણી પાસેથી મોબાઇલ મળી આવતા ખડબડાટ મચી જવા પામી હતી.જ્યારે આ મામલે પ્ર.નગર પોલીસે સસ્પેન્ડ મહિલા એ.એસ.આઇ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.જ્યારે બીજા બનાવમાં જેલમાં સજા ભોગવતા દિયરને તેની સુરત રહેતી ભાભી મળવા માટે આવી હતી. ત્યારે તેણી શંકાસ્પદ જણા હતા. તેની તપાસ કપડામાંથી છુપાવેલ ૩૦ ગ્રામ તમાકુ મળી આવતા પોલીસે તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.

પ્રથમ બનાવની વિગતો મુજબ માલવિયાનગરના એ.એસ.આઈ. ગીતાબેન પંડ્યા લાંચના કેસમાં પકડાતા તપાસના અંતે જેલહવાલે કરાયા હતા. છેલ્લા ત્રણેક મહિનાથી વધુ સમયથી જેલમાં છે. આજે સાંજે તેણી શંકાસ્પદ જણાતા જેલર ગીતાબેન પરમારે તેની અંડજડતી કરતા સાદો મોબાઈલ ફોન મળી આવ્યો હતો.જે અંગે જેલના એસ.પી.ને જાણ કર્યા બાદ જેલર શૈલેષભાઈએ પ્ર.નગર પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. તેના આધારે પોલીસે ગુનો દાખલ કર્યો છે.જ્યારે ટુંક સમયમાં પોલીસટ્રાન્સફર વોરન્ટથી કબજો મેળવી આ ગુનામાં ધ૨પકડ ક૨શે. ત્યારબાદ મોબાઈલ ક્યાંથી આવ્યો? કેટલા સમયથી ઉપયોગ કરે છે ? કોની કોની સાથે વાતચીત કરતા હતા ? તે સહિતની બાબતોના ખુલાસા થશે. ઉલ્લેખનિય છે કે લાંચના કેસમાં ઝડપાયા બાદ ગીતાબેન પંડ્યાને સસ્પેન્ડ કરી દેવાયા હતા.

જ્યારે બીજા બનાવમાં સેન્ટ્રલ જેલમાં બંધ પોતાના દિયરને કપડાની થેલીમાં સિલાઇ કરી તમાકુ છૂપાવી પહોંચાડવા ગયેલી કલ્પના કમલેશ જોગીયા (ઉ.વ.૪૫, રહે. લક્ષ્મીનારાયણ સોસાયટી, શેરી નં.૨, ડીંડોલી રોડ, સુરત)નો ભાંડો ફૂટી જતાં જેલના સ્ટાફે ઝડપી લઇ પ્ર.નગર પોલીસના હવાલે કરી હતી.જેના આધારે પોલીસે જાહેરનામાનો ભંગ અને ધ પ્રિઝન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. કેદી મુકેશ દિલીપ જોગીયાએ ભરણપોષણની રકમ નહીં ભરતા તેને રાજકોટ સેન્ટ્રલ જેલહવાલે કરાયો હતો. ગઇકાલે અન્ય પરિવારજનો સાથે તેની ભાભી કલ્પના તેને મળવા ગઇ હતી. જ્યાં તેણે દિયર મુકેશ માટે કપડાની થેલી આપી હતી. ઝડતી રૂમ ખાતે જેલના સ્ટાફે તેમાં તપાસ કરતા તેમાંથી ૩૦ ગ્રામ તમાકુ મળી આવતા કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.