• ત્રણ દિવસમાં જુદા જુદા સ્થળોએથી મોબાઈલ અને બાઈકની ઉઠાંતરીનો નોંધાતો ગુનો

શહેરમાં જાણે તસ્કરોને ખાખીનો ખોફ વિસરાઈ ગયો હોય તેમ ચાર સ્થળોએથી બે મોબાઈલ અને બે બાઈક ચોરી થયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ આર.એમ.સી. કમિશનર બંગલાની બાજુમાં રહેતી દ્રષ્ટિબેન ભરતભાઈ કાચા નામની 22 વર્ષીય યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ ગઇ કાલે કોઈ અજાણ્યા શખ્સે તે સૂતી હતી તે વેળાએ તકિયા નીચે રાખેલો મોબાઈલ સેરવી લીધો હોવાનુ જણાવ્યુ હતુ.

તો અન્ય બનાવમાં માર્કેટિંગ યાર્ડ પાસે રહેતા અને શાકભાજીનો વેપાર કરતા મનોજભાઈ કાંતિભાઈ સોલંકી (ઉ.વ.34) એ બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ બે દિવસ પહેલા તેના ઘર પાસેથી કોઈ અજાણ્યો ચોર તેમનું રૂ.25,000ની કિંમતનું બાઈક ચોરી ગયો હોવાનું નોંધાયું છે.

તો અન્ય બનાવમાં કોટડા સાંગાણીના બગદડીયા ગામે રહેતા એકતાબેન કાથડ ભાઈ મહેતાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યા મુજબ ગઈકાલે પોતે જલારામ પ્લોટ પાસે શિવ સંગમ સોસાયટી નજીક હતા ત્યારે કોઈ તસ્કર તેમનો મોબાઈલ ચોરી ગયા પોલીસ ફરિયાદમાં નોંધાવ્યું છે.

તો ચોથા બનાવમાં મહાદેવ પાર્ક પાસે રહેતા વિજયભાઈ જયંતીભાઈ દેગામા યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ તેના ઘર પાસેથી બે દિવસ પહેલા કોઈ તસ્કર બાઇકની ઉઠાંતરી કરી ગયો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તમામ ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.