જો વૃદ્ધાવસ્થામાં તમારા પેરન્ટ્સ કે ગ્રાન્ડ પેરન્ટ્સને સૂવામાં તકલીફ થતી હોય તો તેમને ખાટી ચેરીનો જ્યૂસ પીવા આપો. એમ કરવાથી તેમના સૂવાના કલાકો અને ક્વોલિટી બંનેમાં સુધારો થશે. અમેરિકાની લ્યુસિયાના સ્ટેટ યુનિ. એગ્રિકલ્ચરના નિષ્ણાતોનું કહેવું છે કે પચાસ વર્ષથી મોટી વયના લોકોને જો અનિદ્રાની સમસ્યા હોય તો ખાટી ચેરીનો જ્યૂસ આપવો જોઇએ. એમ કરવાથી એકથી બે કલાકની ઊંઘ વધે છે. અભ્યાસ દરમ્યાન ચેરીનો જ્યૂસ પીનારા વૃદ્ધોએ સરેરાશ ૮૪ મિનિટની ઊંઘ વધુ લીધી હતી. મોટા ભાગે લોકો ધારી લે છે કે પાછલી વયે ઊંઘ ઘટી જાય છે અને એ માટે ડોક્ટરને કન્સલ્ટ કરવાની કંઇ જરૂર નથી, જોકે અનિદ્રાના કારણે બીજા અનેક રોગો પાછલી વયે શરીરમાં ઘર કરી જાય છે. અભ્યાસ દરમ્યાન પાર્ટિસિપન્ટ્સને સવારે ઊઠીને અથવા તો સૂવાના એક-બે કલાક પહેલાં સતત ૧૪ દિવસ ચેરીનો જ્યૂસ આપવામાં આવ્યો હતો. નિષ્ણાતોના મતે ખાટા ફળમાં રહેલા પ્રોસાયાનિડિન નામના ઘટકના કારણે વૃદ્ધોમાં ઊંઘનો સમય અને ગુણવત્તા સુધરે છે.
શું તમારે અનિન્દ્રાની સમસ્યાથી છુટકારો મેળવવો છે?
Previous Articleશું તમને ખબર છે મિત્રતા ક્યારે પ્રેમમાં પરિણમે છે ?
Next Article શું ગુજરાતનું પરિણામ જાતિવાદ ફેરવી નાખશે?