- મોબાઈલ-વાહનના ગુનાહીત દુરૂપયોગના વધતા મામલા સામે તંત્ર સજજ
જૂનાગઢ જિલ્લામાં જુના મોબાઇલ ફોન, લેપટોપ તથા તમામ પ્રકારનાં વાહનોની લે-વેંચ કરતા વેપારીઓએ રજિસ્ટર નિભાવવુ ફરજિયાત કરવામાં આવ્યું છે.છેલ્લા કેટલાક સમયથી ભાંગફોડિયા તત્વો ટુ વ્હીલ, થ્રી વ્હીલ તેમજ ફોર વ્હીલર વાહનોના ઉપયોગ કરતા હોવાનું જણાયેલ છે. આંતકવાદી કૃત્યમાં આવા વાહનોનો ઉપયોગ થયા બાદ આવા વાહનોની ઘણીવાર નોંધણી ન થયેલ હોવાને કારણે આરોપીઓ સુધી પહોંચવાનું તપાસ એજન્સી, પોલીસ માટે ખૂબ જ મુશ્કેલ બનતું જતું હોય છે. આવી જ રીતે રાજ્યમાં બનતા ગુન્હાઓમાં મોબાઇલ ફોનનો ઉપયોગ થાય છે.
તેમજ ચોરીનાં ગુન્હાઓનું પ્રમાણ વધ્યુ હોય, ગુન્હાગઓમાં વપરાયેલ અથવા વપરાય ગયેલ મોબાઇલ ફોનના ઇ.એમ.ઇ.આઇ. નંબરનું ટ્રેકીંગ કરીને ગુન્હાના મુળ સુધી પહોંચવાનાં પ્રયાસો કરવામાં આવે છે. ઘણી વખત મોબાઇલ ફોનનાં વપરાશકર્તાઓ સુધી પહોંચવામાં આવે ત્યારે જાણવા મળે છે કે, અજાણ્યા માણસ પાસેથી ખરીદેલ મોબાઇલ, લેપટોપ, વાહનો ખરીદનારને ચોરાયેલ અથવા ગુન્હામાં વપરાયેલ છે. જેથી ગુન્હાઓની તપાસમાં કોઇ ફળદાયી હકીકત મળતી નથી.
આથી, આરોપીને પકડી પાડવા તેમજ મોબાઇલ, લેપટોપ, વાહન ચોરીના ગુન્હાઓને અટકાવી શકાય અને ગુન્હાઓના મુળ સુધી પહોંચી શકાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.જી.પટેલ એ જૂનાગઢ જિલ્લાામાં મોબાઇલ ફોનનાં લેનાર અને વેચાણ કરનાર દુકાનધારકો, વેપારીઓએ ખરીદનાર કે વેંચનારની સાચી માહિતી અને વિગતો મળી રહે તે માટે એક આદેશ જાહેર કરી, મોબાઇલ ફોન, લેપટોપ, લેનાર અને વેંચનારની વિગતો માટે ઓળખકાર્ડ વિના મોબાઇલ લઇ કે વેંચી શકશે નહીં અને વેપારીઓએ મોબાઇલ, લેપટોપ, વાહન કંપનની વિગત, આઇ.એમ.ઇ.આઇ. અને સિરીયલ નંબર, મોબાઇલ, લેપટોપ વેંચનાર કે ખરીદનારનું નામ-સરનામુ અને આઇ.ડી.પ્રુ.ની વિગત સાથે રજીસ્ટ ર નીભાવવાનું રહેશે.
આવી જ રીતે જૂનાગઢ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં જુના વાહનોની લે-વેંચ કરનાર તથા આવા વાહનોને ભાડે આપનાર વ્યક્તિઓએ વાહન કોને વેચેલ છે, કોની પાસેથી ખરીદેલ છે. કોને ભાડે આપેલ છે. તેનું પુરૂ નામ, જ્ઞાતિ, ઉમર, સરનામુ, કોન્ટેાક નંબર, વાહનનો નંબર, પ્રકાર, એન્જીન નંબર, તથા ચેસીસ નંબર, રજુ કરેલ આધાર પુરાવા જેવા કે, રેશનકાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, ચુંટણીકાર્ડ, બેન્કેની પાસબુક, પાનકાર્ડ, પાસપોર્ટ, ઈલેકટ્રીક બિલ, ટેલીફોનબીલ, ખરીદનાર પાસેથી તેમની સહીથી પ્રમાણીત થયેલ ઝેરોક્ષ નકલ મેળવીને ફાઈલ બનાવી, તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ સહિતનું રજીસ્ટર સ્થાનિક પોલીસ સ્ટેશનના સહી સિક્કા કરાવી નિભાવણી કરવાની રહેશે.
આવા વેપારીએ દર મહિનાને અંતે આવા જૂના ખરીદ કરેલ, વેચેંણ, ભાડે આપેલ વાહનોની વિગતો પોલીસ અધિક્ષક, જૂનાગઢની કચેરી એ.સો.જી.શાખા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ – 362001 (ફોન નં.0285-2635101) ખાતે માસના અંતે અચૂક રજૂ કરવાની રહેશે. આ જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ માંડવા માટે પોલીસે હેડ કોસ્ટેબલ કે તેથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીને અધિકૃત કરવામાં આવેલ છે. તથા આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહીતાની કલમ 188 મુજબ શિક્ષાને પાત્ર થશે.