- ક્રિપટોની ખાણ માટે વ્યાપક પ્રમાણમાં વીજળી હોવી અનિવાર્ય !!!
ક્રિપ્ટોકરન્સીની જ્યારે વાત કરવામાં આવે ત્યારે બીટકોઈન નું નામ સર્વ પ્રથમ ચર્ચામાં આવતું હોય છે. વૈશ્વિક સ્તરે ક્રિપ્ટોમાં રોકાણ કરનારાઓની સંખ્યામાં વધારો નોંધાયો છે પરંતુ ક્રિપ્ટો કરન્સી ને બનાવવા માટે વીજળીની તાતી જરૂરિયાત રહેતી હોય છે. આ સ્થિતિને ધ્યાને લઈ વીજળીમાં સરપ્લસ ભૂતાન આવે ક્રિપ્ટો કરન્સી ની સોનાની ખાણ તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે જાણવું જરૂરી છે કે ક્રિપ્ટોનું રો મટીરીયલ ઇલેક્ટ્રિસિટી છે અને ઇલેક્ટ્રિસિટીમાં હાલ ભુતાન સરપ્લસ છે. ઘણા લોકો ક્રિપ્ટોકરન્સીમાં રસ ધરાવવા લાગ્યા છે. ક્રિપ્ટોકરન્સીમાં લોકોની રુચિ સર્વકાલીન ઉચ્ચ સ્તરે છે, પછી ભલે તે લોકપ્રિય ટોકન્સને આધાર આપતી ટેક્નોલોજી પ્રત્યેની જિજ્ઞાસાને કારણે હોય કે પછી ફક્ત તેમાંથી લાભ મેળવવાની ઈચ્છાને લીધે હોય.
વાસ્તવિકતા એ છે કે હાલ એલ્સવાડોર બાદ ભૂતાન એકમાત્ર એવો દેશ છે કે જે ક્રિપ્ટો કરન્સી નું ઉત્પાદન કરે છે અને ભૂતાનની વિશેષતા અંગે જો વાત કરીએ તો ભૂતાનની 30 ટકા જીડીપી ઊર્જા દ્વારા નિર્મિત થયેલી છે. ત્યારે ક્રિપ્ટોમાં માઇનિંગ કરવા ઈચ્છતા લોકો અને કંપનીઓ હરહંમેશ એ વાત ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરતા હોય કે ક્યાં તેઓને ખુબ સરળતાથી વીજળી મળી શકે છે કારણ કે ક્રિપ્ટોનો મુખ્ય શ્રોત વીજળી છે. બીટકોઈન માટે જે ડેટા સેન્ટરોની આવશ્યકતા છે તેને ભૂતાન પરિપૂર્ણ કરવા સક્ષમ છે પરંતુ હાલ ભુતાન સરકારે આ અંગે હજી કોઈ વિશેષ પ્લાન રજૂ કર્યો નથી.
ચાઇના, કઝાકસ્તાન, સ્વીડનમાં પણ ક્રિપ્ટો કરન્સી ની માઇનિંગ થઈ રહી છે પરંતુ ત્યાંની સરકાર દ્વારા નિયમો વધુ આંકડા બનાવવામાં આવેલા હોવાથી માઈન્ડિંગ કામગીરી ખૂબ કઠિન સાબિત થઈ છે. તો બીજી તરફ યુનાઇટેડ સ્ટેટ નોર્વે અને પ્રાગ દેશો કે જે હાઇડ્રો પાવરમાં ખૂબ અવલ આવે છે તેઓએ ક્રિપ્ટોના માઈનરોને આકર્ષવા માટે આગળ આવ્યા છે. કોમેડી સમયમાં ભૂતાનના અધિકારીઓ દ્વારા બીટકોઈનના માઇનિંગ માં આવતા ઉદ્યોગકારો સાથે ઓપન વાતચીત કરી હતી અને ભૂતાન પણ અન્ય દેશોની સરખામણીમાં આગળ હતો કે જે હોય તેની તમામ સીમાઓ બે વર્ષ માટે બંધ કરી હતી.
ક્રિપ્ટો કરન્સી એમના માઇનિંગમાં અનેક ગણિત કરવામાં આવતા હોય છે અને દરેક સેન્ડે તે પઝલને સોલ્વ પણ કરવા એટલા જટિલ સાબિત થતા હોય છે. ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ભૂટાનમાં જો ક્રીપટોપ કરન્સી અંગે માઈનીંગ પ્રક્રિયા ચાલે તો તે શું ભારત માટે ચિંતાનો વિષય સાબિત થશે કે કેમ કારણકે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત દ્વારા ભૂટાનનો બચાવ કર્યો હતો.