જૈન સંકલ્પ ટ્રસ્ટ (મુંબઈ) સંચાલિત જૈન ભોજનાલય (રાજકોટ), ભોજન ફક્ત રૂપિયા 10.00 માં, પ્રેરણા – ગુજરાત રત્ન પરમ પૂજય સુશાંતમુનિ મહારાજસાહેબ તથા સદગુરુદેવ પરમ પૂજ્ય પારસમુનિ મહારાજ સાહેબ. સાધાર્મિક ભક્તિ જેવું અન્ય કોઈ કાર્ય નથી અન્નદાન જેવું મહાન કોઈ દાન નથી, ભૂખ્યાને ભોજન તરસ્યાને પાણી એ જ મારા વીર પ્રભુની વાણી પુણ્યા શ્રાવિકાની જેમ સામાયિક વખણાતી તે જ રીતે તેની સાધાર્મિક ભક્તિ પણ શ્રેષ્ઠ હતી, પતિ – પત્ની માંથી એક ઉપવાસ કરે અને એક સાધર્મિક ને રોજ ભોજન કરાવે કેવી મહાન ભક્તિ! કેવી ઉદારતા!! અને કેવો સાધર્મિક પ્રત્યેનો સ્નેહ ભાવ!!!
રાજગીરી જૈન ઉપાશ્રયમાં બિરાજતા બા. બ્ર. પૂજ્ય સાધનાબાઈ મ.અને બા.બ્ર.પૂજ્ય સંગીતાબાઇ મ. ની પ્રેરણાથી સુશ્રાવિકા બહેનો નું મંડળ માન્ચેસ્ટર મંગળવાર વડીલ સત્સંગી મંડળ. હસ્તે જયોત્સનાબેન પટેલ, તરફથી 07.05.2023 ને રવિવાર, ના શુભ દિને ફûટ શ્રીખંડ,સેન્ડવીચ ઈડલી,શાક, કઠોળ, આદિ દ્વારા 400 સાધર્મીકોને બંને ટાઈમ ભક્તિ કરીને લાભ લીધો હતો, અને ધન્ય બન્યા છે, આ શુભ અવસરે ગોંડલ સંપ્રદાય તેમજ અજરામર સંપ્રદાય ના સંત – સતીજી ની ગોચરી નો લાભ તેમજ સુદાન ના સાધાર્મિક નો પણ લાભ મળેલ છે.
ઘનનો સદુપયોગ દાન દ્વારા જ થાય છે તેના ભૂલવું. કહેવત છે ને હાથે તે સાથે સ્વ હસ્તે કરેલું દાન પ્યોર ડાયમંડ જેવું છે તે ન ભૂલશો. જૈન ભોજનાલય ના સર્વે ટ્રસ્ટીઓ તેમજ સાધાર્મિક સેવકો શૈલેષભાઈ માંઉ, અજયભાઈ ભીમાણી,હિતેષભાઈ દોશી,પારસભાઈ વખારીઆ, કલ્પેશભાઈ દફતરી, બીજલભાઈ દફતરી, આદિ સર્વેનો દાતાશ્રી અંત:કરણથી આભાર સ્વીકાર કરે છે તેમજ તેઓની અનન્ય સેવા ને બિરદાવે છે.