શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ ની સૂચના થી ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ ની આગેવાનીમા ગત પરમ દિવસ ની ચેમ્બર ઓફ કોમર્સ ની મિટિંગમાં ધર્મેન્દ્ર રોડ ,લાખાજી રાજ રોડ તથા દાણાપીઠ દબાણ હટાવવા અંગે ખુબ રજૂઆત કરવામાં આવી હતી.જે પગલે આજે સવારે ટ્રાફિક ડી.સી.પી પૂજા યાદવ, ટ્રાફિક એ.સી.પી,પી.આઈ અને પી.એસ.આઇ એ ડીવીજનના દબાણ હટાવો શાખાનાઓ દ્વાર દુકાનો બહાર રાખેલ 56 મીઠાં ના બાચકા,79 કિલો શાકભાજી, 1 રેંકડી, 8 પ્લાસ્ટિક પાર્સલ, નાનીમોટી 15 વી.આઈ.પી બેગ્સ, ચાનો તૂટેલો થડો, ત્રણ જગ, સાણસી, તથા 1 કીટલી કબજે કરવામાં આવી હતી અને રોડ પરથી 10 અડચણ રૂપ વાહનોને ટો કરવામાં આવ્યા અને 9 વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા.અને આ ઝુંબેશ રોજ ચાલુ રાખવા ડીસીપી પૂજા યાદવ દ્વારા સૂચના આપવામાં આવી છે.
છાપરા, કમાનના દબાણો દૂર કરતું કોર્પોરેશન
રંગીલા રાજકોટ ને બદસુરત બનાવતા અને પ્રજાની સુખાકારી આડે અવરોધો બનતા દબાણ અને હટાવવા માટે કોર્પોરેશનની દબાણ હટાવ શાખા એ ઝુંબેશ જારી રાખવાની મક્કમતા દર્શાવી છે રાજકોટ કોર્પોરેશન દ્વારા છેલ્લા બે દિવસોમાં શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રોગ બનેલા રેકડી કેબીન નડતર વસ્તુઓ શાકભાજીના થળા તેમજ પશુઓને આપવામાં આવતા લીલા ઘાસચારા બોર્ડ બેનરો જપ કરીને દબાણ કારોમાં ફફળાટ ફેલાવી દીધો છે.
કોર્પોરેશનની દબાણ હટાવ શાખા દ્વારા ભક્તિનગર સ્ટેશન સર્કલ પરથી એક રેકડી અને કેબીન જપ્ત કરવામાં આવી હતી, દબાણ હટાવ ઝુંબેશ માં જુમ્મા મસ્જિદ, રામનાથ પરા, રેલવે જંકશન રોડ ,ગુદાવાળી રોડ પરથી અલગ અલગ 29 જેટલી પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરી હતી
જેમાં શાકભાજી ફળ ,મંડપકમાન , જામનગર રોડ જીવરાજ પાર્ક યુનિવર્સિટી રોડ પાસેથી જપ કરી દંડ વસૂલ કર્યો હતો .આ ઝુંબેશમાં શહેરમાંથી 202 બોર્ડ બેનર રેકડી કેબીનો, પરચુરણ માલ સામાન, શાકભાજી મં,ડપના કમાન સહિતની વસ્તુઓ ના અવરોધ દૂર કરી દબાણકારોને કોઈપણ નડતરરૂપ વસ્તુઓ ન રાખવા તાકીદ કરી હતી. રાજકોટ દબાણ હટાવ શાખા દ્વારા શહેરમાં નડતરરૂપ દબાણો દૂર કરવાની કામગીરી અવિરત ચાલુ રાખવા મક્કમતા દર્શાવી છે