યુવક જીવ બચાવવા ઝાડ પર ચડયો
ઝાલાવાડ પંથકમાં આવેલા ખેતરો-વાડીઓમાં જંગલી ભૂંડનો ખુબ જ ત્રાસ છે.જેમાં જંગલી ભૂંડ ગમે ત્યારે આવી ચડે અને પાકનો બગાડ કરવાની સાથે ખેડૂતો ઉપર હુમલા કરવાના બનાવો પણ સામે આવ્યા છે. ત્યારે રણછોડગઢ ગામે રહેતા મહાદેવભાઈ રાઘવજીભાઈ પાટડીયા (કોળી) નામના ખેડૂત પોતાના ખેતરે ખેતી કામ કરતા હતા. તે વખતે તલના પાકમાં જંગલી ભૂંડનું ઝુંડ ઘુસી જતા આ પાકનો બગાડ ન થાય તે માટે ખેડૂતે આ જંગલી ભૂંડના ઝુંડને ભગડવાનો પ્રયાસ કરતા ઉશ્કેરાયેલા જંગલી ભૂંડ સીધા જ ખેડૂત ઉપર ત્રાટકયા હતા. અને ખેડૂત પર હુમલો કરી દીધો હતો. જેમાં ભૂંડે ખેડૂતને બચકા ભરી ચુથી નાખતા ગંભીર રીતે ધવાયા હતા.આથી તેમણે તાકીદે શહેરની શ્રીજી હોસ્પિટલમાં ખસેડાયા હતા.જ્યાં ખેડુતને ગંભીર ઇજા હોય તેમના છાતીના ભાંગે નવ અને પગમાં ચાર ટાંકા લેવા પડ્યા હતા.
વધુમાં ખેડૂત મહાદેવભાઈએ જણાવ્યું હતું કે,જંગલી ભૂંડે તેમના પર હુમલો કર્યા બાદ બચવા માટે થોડે પણ દૂર જાય તો તરત જ બીજા ભૂંડ હુમલો કરી દેતા એથી આ હુમલામાં તેઓ માંડ માંડ બચ્યા છે. જો કે તેમનો દીકરો ખેતરમા જ હતો, પણ થોડો દૂર હોય તે બચી ગયો હતો. આથી તેઓએ અન્ય ખેડૂતોને જંગલી ભૂંડથી બહુજ સાવચેત રહેવાની સલાહ આપી છે.