ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર અને રૂણકેલાએ સંયુક્ત રીતે સેન્સર બનાવ્યા
મેડિકલ અને ટેકનોલોજી ક્ષેત્રે જે રીતે બદલાવ આવી રહ્યા છે તેને ખારવા હવે ઓચિંતાના જે હૃદય રોગના હુમલા આવે છે તેને રોકી શકાશે. ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર અને રૂણકેલાએ સંયુક્ત રીતે સેન્સર બનાવ્યા છે કે જે લોકોને સાવચેત કરશે કે તેઓને હૃદય રોગ આવી શકે છે અથવા તો તેમનું બ્લડ પ્રેશર વધી શકે છે. અત્યાર સુધી જે મશીન અને ટેકનોલોજી સામે આવી છે તે માત્ર એટલું જ અવગત કરાવે છે કે તેઓ કેટલા ડગલા ચાલ્યા છે પરંતુ હવે નિર્જલન, હાર્ટ અટેક, અને બીપી સહિતના પ્રશ્નો અંગે પહેલાથી જ સાવચેત કરી દેવાશે.
આ સેન્સર ને તમે પગરખામાં એટલું જ નહીં ચેસ્ટ બેલ્ટ સહિત વિવિધ જગ્યાએ તેને રાખી શકાશે. આ સેન્સરને બનાવવા પાછળ બંને આઇઆઇટીના અધ્યાપકો સંયુક્ત રીતે આ સેન્સર નું નિર્માણ કર્યું હતું . ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર ના પ્રોફેસર સહા કે જેવો સ્માર્ટ મટીરીયલ લેબોરેટરીની અધ્યક્ષતા કરી રહ્યા છે તેઓએ જણાવ્યું કે, હાલ આ તમામ સેન્સરમાં અત્યારના જાયરો ટેકનોલોજી નો ઉપયોગ કરવામાં આવે છે કે જે સચોટ નિદાન અને સચોટ માહિતી જે તે વ્યક્તિને આપે છે.
ત્યાં સુધી લોકો કેટલા પ્રમાણમાં શારીરિક કસરત કરતા હોય તે અંગે તેઓને સહેજ પણ ભાન રહેતું નથી ત્યારે આ સેન્સર મુખ્યત્વે તેઓને કેટલા પ્રમાણમાં કસરત કરવી જોઈએ તે અંગે માહિતગાર કરશે એટલું જ નહીં જે તે વ્યક્તિ દ્વારા જો વધુ કસરત કરવામાં આવેલી હોય તો તેમને આગમચેતી રૂપે સાવચેદ પણ કરશે કે હવે વધુ શારીરિક શ્રમ કરવો તેમના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.