ફોર્ચ્યૂન મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટમાં ચેકીંગ દરમિયાન કશું શંકાસ્પદ ન જણાતા અંતે નમૂના લેવાયા
રાજકોટમાં ભેળસેળયુક્ત 1600 કિલો પનીરનો જથ્થો ઝડપાયા બાદ કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર થોડુ સંતર્ક થઇ ગયું છે. છેલ્લા ચારેક દિવસથી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પનીર વેંચતા કે ઉત્પાદન કરતા પનીરના વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં પનીરના કારખાના ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જો કે, દરોડા દરમિયાન શંકાસ્પદ ચીજવસ્તુઓ ન મળતા અંતે સ્વચ્છતા અંગે નોટિસ આપી પનીરના સેમ્પલ લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરના લાતી પ્લોટ શેરી નં.4માં ફોર્ચ્યૂન મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યાં રાખવામાં આવેલો 17 કિલો પનીરના જથ્થાની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં શંકાસ્પદ કે ભેળસેળયુક્ત કશું દેખાયું ન હતું. અંતે આરોગ્ય શાખા દ્વારા લૂઝ પનીરનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો. આ ઉપરાંત પ્રોડકશન યુનિટને યોગ્ય સ્ટોરેજ અને હાઇજેનીંગ ક્ધડીશન અંગે નોટિસ આપવામાં આવી હતી. છેલ્લા ઘણા દિવસોથી પનીરના ધંધાર્થીઓ કોર્પોરેશન દ્વારા ધોંસ બોલાવવામાં આવી રહી છે.