અબતકની મુલાકાતમાં આયોજકો ભાવુક, દિકરીઓના લગ્નમાં કોઈ કચાશ નહી રાખવાનો કોલ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં માનવ સેવા અને સામાજીક ઋણ માટે સેવાભાવી સંસ્થાઓમા મોખરાનું સ્થાન રાજકોટની વિલ્સન સ્પોર્ટસ એન્ડ શોશ્યલ ગ્રુપ ભગત ગ્રુપ દ્વારા સમુહલગ્નના સફળ 9 આયોજનો બાદ આવતીકાલે રવિવાર 7મેના રોજ 10મા સમુહ લગ્નમા સર્વજ્ઞાતીની 11 દિકરીઓને સાસરે વળાવાશે
અબતકની મુલાકાતમાં ભગતગ્રુપના પ્રમુખ રણજીતસિંંહ ચાવડીયા, વિશાલભાઈ માંડલીયા, ભુપેન્દ્રભાઈ મહેતા, ઉમેશભાઈ ધામેચા, વસંતભાઈ મોરઝરીયા, ભાગ્યેશભાઈ શાહ અને નીલેશભાઈ સોલંકીએ કાર્યકમની વિગતો આપતા જણાવેલ કે કરણપરા સ્થિત વિલ્સન સ્પોર્ટસ એન્ડ સોશ્યલ ગ્રુપ (ભગત ગ્રુપ)ના પ્રમુખ રણજીત ચાવડીયા, મહામંત્રી દિપક ભટૃ, વિશાલ માંડલીયા ધ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃતીઓ કરવામાં આવે છે ત્યારે પ.પૂ. 1008 મહા મંડલેશ્ર્વર સદગુરૂદેવ બ્રહમલીન શ્રી હરીચરણદાસજી બાપુના આર્શિવચનની પ્રેરણા સાથે શ્રી વિલ્સન સ્પોર્ટસ એન્ડ સોશ્યલ ગૃપ (ભગત ગૃપ) ધ્વારા શ્રી નકલંક મંદિર આંબેવપીરની મોટી જગ્યા, પાળના મહંતશ્રી ટીટાભગતની આશીર્વાદરૂપી ઉપસ્થિતિમાં આવતીકાલે તા.7/પ/ર3ના રવીવારના રોજ શહેરના કરણપરા ચોક ખાતે 11 સર્વજ્ઞાતિય 10મો સમુહ લગ્નોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવશે. જેમાં આવતીકાલે તા.7/પના રવીવારે બપોરે 4:30 કલાકે જાન આગમન, સાંજે 7:00 કલાકે હસ્ત મેળાપ, સાંજે 8:00 કલાકે ભોજન સમારંભ અને રાત્રે 9:00 કલાકે જાન વિદાય સહિતના અવસરો ઉજવાશે ત્યારે આ સમૂહ લગ્નોત્વમાં 11 નવ યુગલો પ્રભુતામાં પગલા માંડી પોતાના દાંમ્પત્ય જીવનની મધુર શરૂઆત કરશે. આ તમામ નવયુગલોને કિરયાવરમાં સોનાની ચુંક, ચાંદીના સાંકળા, ચાંદીની ગાય, જુડો, કંદોરો, તેમજ ધરવખરીની વિવિધ ચીજ-વસ્તુઓ અર્પણ કરવામાં આવશે.
આ આ પ્રસંગે શહેરના સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, રાજયના કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય ઉદય કાનગડ, ડો.દર્શીતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ભરતભાઈ બોઘરા, મેયર ડો. પ્રદિપ ડવ, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, ભાજપ અગ્રણી ધનસુખ ભંડેરી, નિતીન ભારધ્વાજ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર,રક્ષાાબેન બોળીયા, કંચનબેન સિધ્ધપુરા, શાશક પક્ષાના નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિહ વાળા, કોર્પોરેટર દેવાંગ માંકડ, નેહલ શુકલ, શહેર ભાજપ કોષાધ્યક્ષા અનીલભાઈ પારેખ, કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી સહીતના ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહેશે અને નવદંપતિઓને ને શુભેચ્છા પાઠવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા વિલ્સન સ્પોર્ટસ એન્ડ સોશ્યલ ગ્રુપ (ભગત ગ્રુપ)ના પ્રમુખ રણજીતભાઈ ચાવડીયાના માર્ગદર્શન હેઠળ દિપકભાઈ ભટૃ, વિશાલ માંડલીયા, હેમભાઈ ચૌહાણ, જયેન્દ્રભાઈ મહેતા, અનિલભાઈ પારેખ, ઉમેશભાઈ ટાંક, ઉમેશભાઈ ધામેચા(જે.પી.), કિરીટભાઈ ઘઘડા, મુન્નાભાઈ ગોંડલીયા, સંદીપ ચાવડા, ભાગ્યેશ શાહ, મહિપતસિંહ ચુડાસમા સહીતના જહેમત ઉઠાવી રહયા છે.આ કાર્યક્રમમાં મીડીયાની વ્યવસ્થા રાજન ઠકકર સંભાળી રહયા છે.