છેડતીના ગુનામાં આવેલા કેદીને ઘરની યાદ આવતા ટીકડા ગટગટાવ્યા
સેન્ટ્રલ જેલમાં વધુ એક કેદીએ બીમારીની વધુ પડતી દવાઓ પી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. છેડતીના ગુનામાં આવેલા કેદીને ઘરની યાદ આવતી હોવાથી દવા પીધી હોવાનુ જાણવા મળ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સેન્ટ્રલ જેલમાં સતત બીજા દિવસે વધુ એક કેદીએ બીમારીના ટીકડા ખાધાની ઘટના સામે આવી છે. જેમાં શહેરના કોઠારિયા રોડ પર જયરાજ પાર્કમાં રહેતા અને છેડતીના ગુનામાં હાલ જેલમાં રહેલા ધ્રુવ હિતેશ મકવાણા (ઉ.વ.22) નામના કાચા કામના કેદીએ બીમારીની વધુ પડતું દવાઓ પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
જ્યાં ધ્રુવ મકવાણાને પ્રિઝનર વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે જાણ થતાં પ્રનગર પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને કાર્યવાહી હાથધરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ ધ્રુવ છેલ્લા 20 દિવસથી સેન્ટ્રલ જેલમાં રહેલો છે જેને ઘરની યાદ આવતા ટીકડા ગટગટાવ્યા હોવાનુ જણાવ્યુ હતું.