અદાણી ગ્રુપના તમામ વ્યવસાયોમાં 112 ટકા વધુ, એરપોર્ટ, બંદર, ઉર્જા, હાઇર્વેના કામોમાં ઝડપ કંપનીની સફળતાનું કારણ બની
દેશના વિકાસ સાથે સાથે ઉજા વિકલ્પ અને વેપારમાં સ્વદેશી ભાવને પ્રાધાન્ય આપતા અદાણી ઉઘોગ જુથ પર લક્ષ્મીની કૃપા હોય તેનું નાણાકીય વર્ષ 2023 ના જાહેર થયેલ અદાણી એન્ટરપ્રાઇઝના પરીણામોમાં આવક 96 ટકા વધી 1,38,175 એ પહોચી છે. તમામ ધંધાઓની પ્રગતિના પગલે એકાકૃત આવકમાં 112 ટકા વૃઘ્ધી સાથે આવક 10 હજાર કરોડે પહોંચી છે.
અદાણીની અલગ અલગ કંપનીઓના ઉર્જા ક્ષેત્રે 15 ગીગાવોટ માંથી ઉત્પાદન 2.0 ગીગા વોટ સુધી પહોચાડવામાં આવ્યું. કાર્બન મેનેજમેન્ટમાં મુંબઇ એરપોર્ટ સર્વીસ સ્થાને પહોંચી છે. અદાણી ગ્રુપ દ્વારા વર્ષમા 3 રાષ્ટ્રીય ધોરી માર્ગે પૂર્ણ કરી બાકીના પ0 પ્રોજેકટોમાં ઝડપી વધારી છે.મહારાષ્ટ્રમાં 3 સીમા ચેક પોષ્ટ બનાવી કંપની દ્વારા ખનીજ ઉત્પાદનમાં પણ 88.2 મીલીયન ટન સુધી પહોચાડવામાં સફળતા મેળવી છે.
કંપનીની આવકમાં એરપોર્ટ, મીનરલ પોર્ટ અને આંતર માળખાકીય સેવા ક્ષેત્રે માં 96 ટકા ની વૃઘ્ધી સામે આવક 1,38,175 કરોડ પહોંચી છે. એરપોર્ટ, બંદર પરિવહન ક્ષેત્રનો બીઝનેસ 112 ટકા વધી 10,025 કરોડ થયો છે. 2023ના 4જા ત્રીમાસીક ગાળામાં આવકમાં સરેરાશ 26 ટકા વૃઘ્ધી સાથે 31,716 કરોડે પહોંચી છે.
અદાણી જુથના વિસ્તારમાં સૌથી ગુડ પરફોમેન્ટ બતાવતી કંપનીઓમાં અદાણ એરપોર્ટ હાડીંગ કંપની દ્વારા 21.4 મીલીયન મુસાફરોનું પરિવહન કરીને બીઝનેસમાં 74 ટકા વિકાસ હાંસલ કયુૃ હતું.1.8 લાખ મેટ્રીક ટન કાર્ગોનું વહન કરી લોજીસ્ટીક ક્ષેત્રે સાથે સાથે 14 ટકા વધારો કર્યો છે. અદાણી રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા તમામ ચાલુ પ્રોજેકટોને વધુ ઝડપથી પુરા કરવા કમર કસી છે.
કંપનીના મહત્વના મુખ્ય પ્રોજેકટોલમાં આંધ્ર પ્રદેશમાં વિજય વાડા બાયપાસ, મઘ્ય પ્રદેશમા નાના પિંડગાંવ, તેલંગાણામાં કદાદ ખમ્માર, કેરલમાં અઝીયુર વેગાલમ, ઓરીસ્સામાં બડાકુમારી કરકી, પશ્ર્ચીમ બંગાળ પાનગઢ પાલ્સ્ટિક, મહારાષ્ટ્રમાં કગાલ સતારા અને ઉતર પ્રદેશમાં ગંગા એકસપ્રેસવે- બુદોન હરદોઇ માર્ગના કામે 8 ટકા થી લઇ 44 ટકા સુધી પુરા કરીને નીશ્ર્ચીત મુદતથી વહેલા પૂર્ણ કરવાની કંપનીની પ્રતિબઘ્ધતાથી માર્ગ નિર્માણ ક્ષેત્રમાં પણ કંપનીની આવક અને નફામાં વૃઘ્ધી થઇ છે.આ ઉપરાંત પાવર પ્રોજેકટમાં નોઇડા, હૈદરાબાદ પ્રોજેકટોમાં વીજ ઉત્પાદનમાં 30 ટકા જેટલી વૃઘ્ધી કરી છે.
આમ કંપની દ્વારા માઇનીંગ, એરપોર્ટ, બંદર, વિદ્યુત ઉત્5ાદન અને હાઇવે નિર્માણ ક્ષેત્રે સતી પ્રગતિ સાવી સળ નફાકારક કંપની બની છે. કપંનીની સફળતા અંગેઅદાણી ઉઘોગ સમુહનો હિસ્સો અદાણી એન્ટરપ્રાઇઝીસ લી. 31 માર્ચ 2023 ના પુરા થતાં કવાર્ટર અને નાણાકીય વર્ષના પરિણામો આજે જાહેર કર્યા છે.
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે ફરી એક વાર અદાણી એન્ટરપ્રાઇઝે ફકત ભારતના જ સૌથી સફળ બીઝનેસ ઇન્કયુબેટર તરીકે નહીં. પરંતુ દુનિયાની સૌથી સફળ ઇન્ફ્રાસ્ટ્રકચર ફાઉન્ડીઝ તરીકેની તેની સ્થીતીને બરકરાર રાખી છે. ગત વર્ષના પરિણામો અદાણી જુથની ઓપરેશનલ અને નાણાકીય કામગીરીની તાકાત અને સ્થિતિ સ્થાપકતાની નિર્વિવાદ ગવાહી પુરનારા છે. આ અસાધારણ પરિણામો પ્રોજેકટને સમયસર પૂર્ણ કરવાના અમારા અભિગમ અને નિર્ણાયક ઇન્ફ્રાસ્ટ્રકચર વ્યવસાયો બનાવવાના અમારા સતત ટ્રેક રેકોર્ડની પણ ઓળખ પ્રસ્થાપિત કરે છે. મેગા સ્કેલ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટના અમલીકરણની અમારી ક્ષમતાઓ અને દુનિયાની શ્રેષ્ઠ ઓપરેશન્સ અને મેન્ટેનન્સની કાબેલિયત સાથે તુલનામા ઉભી રહેવા સમર્થ છે.
અમારી આ તાકાતનોઉપયોગ અમે અદાણીના વિવિધ વ્યવસાયોમાં કરવાના અભિગમને વળગી રહીને અમારા તમામ રોકાણકારો માટે લાંબા ગાળા માટેના આધારભૂત મૂલ્યનું સર્જન કરવાનો ઇરાદો રાખીએ છીએ. અમારું સતત લક્ષ્ય શાસન, અનુપાલન, પ્રદર્શન અને રોકડ પ્રવાહ પેદા કરવા ઉપર છે. એમ ચેરમેન અદાણીએ કહ્યું હતું.
ભારતના સૌથી મોટા અદાણી બિઝનેસ સમુહમાં સામેલ અદાણી એન્ટપ્રાઇઝ લીમીટેડ એક ફલેગશીપ કંપની છે. વિતેલા વર્ષોમાં અદાણી એન્ટરપ્રાઇઝે ઉભરી રહેલા માળખાકીય સુવિધાઓના વ્યવસાય ઉપર લક્ષ આપવા સાથે રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન નોંધાવીને તેનુ અલગ અલગ લીસ્ટેડ કંપનીઓમાં રૂપાંતર કર્યુ છે. અદાણી પોર્ટસ એન્ડ એસઇઝેડ, અદાણી ટ્રાન્સમીશન, અદાણી પાવર, ગ્રીન એનર્જી અને અદાણી ટોટલ ગેસ સફળ પ્રકલ્પોમાં રૂપાંતર કરીને કંપનીને તેના મજબુત બીઝનેસ પોર્ટ ફોલિયો દ્વારા દેશને આત્મનિર્ભ ર બનાવવાની દીશામાં નોધપાત્ર પ્રમાણમાં કામ કર્યુ છે.