જન્મ બાદ બાળકીના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા
મેડિકલ ક્ષેત્રે અનેકવિધ બદલાવ થઈ રહ્યા છે અને નવા આવીશકારો પણ થતા જોવા મળે છે ત્યારે અમેરિકામાં માતાના ગર્ભમાં રહેલી 34 અઠવાડિયા ની બાળકીનું સફળતાપૂર્વક બ્રેન સર્જરી કરવામાં આવી છે. જેની સમગ્ર વિશ્વ એ નોંધ લીધી છે. આ સફળ સર્જરી બાદ અમેરિકાના ડોક્ટરોએ જણાવ્યું હતું કે આ ખૂબ જટિલ સર્જરી છે અને દરેક કિસ્સામાં સફળતા મળે એવું જરૂરી નથી. તબીબોએ જણાવ્યું હતું કે જન્મ બાદ બાળકીના તમામ ન્યૂરો લોજિકલ રિપોર્ટ કરવામાં આવ્યા હતા અને તે સંપૂર્ણપણે નોર્મલ આવ્યા છે.
અરેમિકાના બોસ્ટનમાં ડોક્ટરોની એક ટીમે માના ગર્ભમાં ઉછરી રહેલાં બાળકની બ્રેઇન સર્જરી કરી ચમત્કાર કર્યો છે. મહત્ત્વનું છે કે, આવી સર્જરી દુનિયામાં પહેલીવાર થઈ છે. અમેરિકી ડોક્ટરોની એક ટીમે ગર્ભમાં ઉછરી રહેલાં બાળકના મસ્તિષ્કની અંદર એક દુર્લભ રક્તવાહિનીની અસામાન્ય સ્થિતિમાં સારવાર કરવા માટે બ્રેઇન સર્જરી કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ગેલેન માલફોર્મેશનની નસ તરીકે જાણિતી દુર્લભ બીમારીની સારવાર કરવા માટે સફતાપૂર્વક ભ્રૂણની સર્જરી કરવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ગર્ભની અંદર થયેલી આ સર્જરી અલ્ટ્રાસાઉન્ડ ગાઇડેડ પ્રક્રિયાથી કરાઈ છે.
ગેલેન માલર્ફોમેશનની સ્થિતિ ત્યારે વિકસિત થાય છે. જ્યારે બ્રેઇનથી હાર્ટ સુધી લોહી પહોંચાડતી રક્તવાહિનીનો વિકાસ ભ્રૂણની અંદર થાય નહીં. આ રક્તવાહિનીનો વિકાસ ના થવાથી બાળક પર ખરાબ અસર પડે છે અને તેને ઘણી બીમારી થવાનો ખતરો રહે છે. બોસ્ટન ચિલ્ડ્રન હોસ્પિટલના રેડિયોલોજિસ્ટ અને વિઓજીએમના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ડેરેન ઓરબેકે જણાવ્યું કે, આવી સ્થિતિમાં બાળકને બ્રેઇન સ્ટ્રોક અથવા હાર્ટ ફેઇલ થવાનો ખતરો રહે છે. ઓરબેકે વધુ જણાવ્યું કે, ખાસ તો આવા બાળકોના જન્મ પછી તેમની સારવાર કરી શકાય છે અને તેમના બ્રેઇનમાં એખ કેથેટર નાંખી તેને બ્લડ સપ્લાય કરવાની સ્પીડને ઓછી કરી શકાય છે. ખાસ તો ડોક્ટર આ પ્રક્રિયામાં 50થી 60 ટકા બાળકો ખૂબ જ અશક્ત થઈ જાય છે અને તેમની સ્થિતિ ગંભીર થઈ જાય છે. આવા કિસ્સામાં 40 ટકા મૃત્યુદર છે.