રંગીલું રાજકોટ બન્યું ક્રાઈમ કેપિટલ !!
બકાલાના વેપારીએ પરિણીતાને મેસેજમાં પરિવારને મારી નાખવાની ધમકી આપી બનાવી હવસનો શિકાર
સોશિયલ મીડિયાના અતિરેકથી વ્યભિચારીના બનાવોથી સમાજને ચેતવા જેવો કિસ્સો રંગીલું કહેવાતું રાજકોટ જાણે ક્રાઈમ કેપિટલ બન્યું હોય તેમ બળાત્કાર,છેડતી અને ખૂન સહિતની અનેક ધટનાઓ દીન પ્રતિદિન બનવા પામી છે.જાણે શહેરમાં મહિલાઓ અસલામત હોય તેમ સતત બીજા દિવસે દુષ્કર્મની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી જવા પામી છે.જેમાં એક પરિણીતાએ બકાલાના વેપારીએ મિત્રતા કેળવી તેના ફોનમાં મેસેજ મારફત વાતો કરી તેના પરિવારને મારી નાખવાની ધમકીનો મેસેજ મોકલી પરણીતાને બસ સ્ટેન્ડ પાસે આવેલા મોર્ડન ગેસ્ટ હાઉસમાં બોલાવી તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ ગુજારીયા હોવાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસ નરાધમને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ એક સગીરા પર ધર્મના માનેલા સ્વામીના દીકરાને ઘર કામ કરવા હવસનો શિકાર બનાવી હોવાની ફરિયાદ સામે આવી હતી.ત્યારે સતત બીજા દિવસે દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
બનાવવા અંગેની મળતી માહિતી અનુસાર પરિણીતાએ દુષ્કર્મની નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં જંગલેશ્વરમાં રહેતો હતો અને બકાલાનો વેપાર કરતો તોફીક રફીક શિશાંગીયા નામના નરાધમનું નામ આપ્યું હતું.જેમાં તેને જણાવ્યું હતું કે, આરોપી તોફિક પરિણીતા સાથે મિત્રતા કેળવી તેના નંબર મેળવી અવાર નવાર તેની સાથે ફોન અને મેસેજ મારફત વાત ચીત કરતો હતો.ત્યારે થોડા સમય બાદ આરોપી તોફિકે મહિલાને તેના પરિવારને મારી નાખવાની ધમકી આપી તેને મળવા માટે બોલાવી હતી.જેથી પરિણીતા આરોપીના ડરથી તેને મળવા માટે ગઈ હતી.ત્યારે તોફિક તેને બસ સ્ટેશન પાછળ આવેલા મોર્ડન ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો. જ્યાં તેની મરજી વિરુદ્ધ બળજબી કરી તેની સાથે શરીર સંબંધ બાંધી પરિણીતા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું.જેથી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને પરિણીતાની ફરિયાદ પરથી જંગલેશ્વરમાં રહેતા તોફીક રફીક શિશાંગીયા સામે દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.
ઉલ્લેખનિય છે કે, ગઈકાલે જ રાજકોટમાં આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બળાત્કારની ઘટના સામે આવી હતી જેમાં ધર્મના માનેલા મામી ના દીકરાએ તેના ઘરે ઘરકામ કરવા માટે આવતી સગીરાને ડરાવી ધમકાવી તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી હવસનો શિકાર બનાવી હતી.જે મામલે તેના સામે ગુનો નોંધાયો હતો.જેથી રાજકોટમાં સતત બીજા દિવસે દુષ્કર્મની ઘટના સામે આવતા શહેરમાં મહિલાઓ અસુરક્ષિત હોઈ જેવું માલુમ પડી રહ્યું છે.જ્યારે બીજી બાજુ સોશિયલ મીડિયાના વધતા જતા ઉપયોગની આવી જધન્ય ઘટનાઓ બનવા પામી છે.ત્યારે આ મામલે ચેતવા જેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે.