બે ટ્રેન વઢવાણ સુધી જ જશે: છ ટ્રેન મોડી પડશે
સુરેન્દ્રનગર યાર્ડ ખાતે એન્જિનીયરીંગ બ્લોકના કારણે આગામી સોમવારે રેલ વ્યવહાર ખોરવાશે છ ટ્રેન રદ કરવામાં આવી છે. જયારે બે ટ્રેન માત્ર વઢવાણ સિટી સુધી જ દોડશે જયારે અલગ અલગ છ ટ્રેન નિર્ધારિત સમય કરતાં 30થી પ0 મીનીટ સુધી મોડી પડશે.
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર યાર્ડમાં એન્જિનિયરિંગના કામ માટે 8મી મે ને સોમવારના રોજ બ્લોક લેવામાં આવશે, જેના કારણે કેટલીક ટ્રેનોને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી સુનિલ કુમાર મીના ના જણાવ્યા અનુસાર, ભાવનગર-સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર-ભાવનગર, બોટાદ-ધ્રાંગધ્રા ડેમુ , ધ્રાંગધ્રા-બોટાદ ડેમુ, અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી અને સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી ટ્રેન રદ કરવામાં આવી છે. આ ઉપરાંત રવિવારે ઉપડનારી જયારે ભાવનગર-સુરેન્દ્રનગર ટ્રેન ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી વઢવાણ સિટી સ્ટેશન સુધી દોડશે.સુરેન્દ્રનગર-ભાવનગર ટ્રેન વઢવાણ સિટી સ્ટેશનથી દોડશે. આ રીતે આ ટ્રેન વઢવાણ શહેરથી શરૂ થઈને ભાવનગર સુધી દોડશે.
શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-જામનગર સુપર ફાસ્ટ એક્સપ્રેસ માર્ગમાં 40 મિનિટ મોડી ઉપડશે. સોમવારે સોમનાથ-જબલપુર એક્સપ્રેસ માર્ગમાં 30 મિનિટ મોડી થશે.
વેરાવળ-બાંદ્રા એક્સપ્રેસ માર્ગમાં 30 મિનિટ મોડી થશે., ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેઈલ માર્ગમાં રૂટ 50 મિનિટ મોડી થશે.વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ માર્ગમાં 40 મિનિટ મોડી થશે. રાજકોટ-મહબૂબનગર એક્સપ્રેસ માર્ગમાં 30 મિનિટ મોડી થશે. રેલવે તંત્ર મુસાફરોએ સમય ફેરફારને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે ૂૂૂ.યક્ષિીશિુ.શક્ષમશફક્ષફિશહ.લજ્ઞદ.શક્ષ ની મુલાકાત લેવા પણ અપીલ કરવામાં આવી છે.