રસ્તો ઠપ્પ-સોલાર પેનલનો કચ્ચરઘાણ સ્થિતિ કફોડી
ખારાઘોડા રણમાં અંદાજે રૂ. 50 કરોડનું આઠ લાખ મેટ્રિક ટન મીઠું રણમાં પડ્યું છે. ત્યારે રણમાં પાછલા દિવસોમાં થયેલા કમોસમી માવઠાથી અગરિયાઓ પાયમાલ બન્યા છે. ત્યારે ખારાઘોડા રણમાં વાવાઝોડા સાથે વરસાદથી અગરિયાઓની સોલાર પેનલો ઊડવાની સાથે તંબાહીનું મંજર જોવા મળ્યું હતુ. જેમાં ખારાઘોડા રણના અગરિયાઓ વાવાઝોડાથી પાયમાલ બન્યાં છે. અને એમને લાખોનું નુકશાન આવી પહોંચતા એમની હાલત અત્યંત કફોડી બનવા પામી છે.
ખારાઘોડા રણમાં આ વર્ષે અંદાજે 15 લાખ મેટ્રિક ટન મીઠાનું વિક્રમજનક ઉત્પાદન થવાની આશા હતી. અને ગત 1લી એપ્રિલથી રણમાંથી ખારાઘોડા ગંજે મીઠું ખેંચવાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધીમાં 8 લાખ મેટ્રિક ટન મીઠું ખેંચી લેવામાં આવ્યું છે. અને હજી રણમાં રૂ. 50 કરોડનું અંદાજે સાતથી આઠ લાખ મેટ્રિક ટન મીઠું રણમાં પડ્યું છે. ત્યારે પાછલા કેટલાંક દિવસોથી રણમાં પડી રહેલા કમોસમી માવઠાના કારણે રણમાં અવરજવરનો રસ્તો ઠપ્પ થઇ જતા અગરિયા સમુદાયનો મોંઢામાં આવેલો કોળીયો છીનવાઇ જવાનો ભય ઉભો થવા પામ્યો છે.
ત્યારે ખારાઘોડા રણમાં વાવાઝોડા સાથે વરસાદથી અગરિયાઓની સોલાર પેનલો ઊડવાની સાથે તંબાહીનું મંજર જોવા મળ્યું હતુ. જેમાં ખારાઘોડા રણના અગરિયાઓ વાવાઝોડાથી પાયમાલ બન્યાં છે. અને એમને લાખોનું નુકશાન આવી પહોંચતા એમની હાલત અત્યંત કફોડી બનવા પામી છે. એમાંય અગરિયા પરિવારોની આખા વર્ષની મહેનત પર પળવારમાં પાણી ફરી વળતા અગરિયા સમુદાયને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો. આ ઘટના બાદ સોલાર કંપનીવાળાએ રણમાં દોડી જઇ વિમા માટે અગરિયા પાટામાં સઘન સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે એવી વ્યાપક માંગ ગરીબ અને પછાત અગરિયા સમુદાયે ઉઠાવી છે.