આમીર ખાને દિલોજાન દોસ્ત સલમાન ખાનને ક્રિસમસ ‘ગિફટ’ આપી દીધી: ‘ટાઈગર ઝિંદા હે’ ૨૨ ડીસેમ્બરે થશે રિલીઝ
સલમાન ખાને દોસ્ત આમીર ખાનને કહ્યું કે ફિલ્મ ‘ટાઈગર ઝિંદા હે’ માટે તેને ક્રિસમસ જોઈએ છે. કેમ કે આમીર પોતાની ફિલ્મ ‘સિક્રેટ સુપરસ્ટાર’ ક્રિસમસ પર રીલીઝ કરવા માગતો હતો. પરંતુ તેણે દિલોજાન દોસ્ત સલ્લુને કહી દીધું કે – જા ક્રિસમસ તને આપી. બાદમાં આમીરે સિક્રેટ ‘સુપર સ્ટાર’ને ક્રિસમસની પહેલાં દીવાળીએ રીલીઝ કરી દીધી તે બધા જાણે છે.બાય ધ વે, સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર ઝિંદા હે’ આગામી તારીખ ૨૨મી ડીસેમ્બરે રીલીઝ થશે. સલમાન આ ફિલ્મનો કો-પ્રોડયુસર પણ છે. આમાં તેની સાથે ડીઅર કેટરીના કેફ હીરોઈન છે. એકશનથી ભરપૂર આ ફિલ્મનું ડાયરેકશન અલ્લી અબ્બાસ ઝફરે કર્યું છે. જેમ સલમાન દર વર્ષે રમઝાન ઈદ પર ફિલ્મ રજૂ કરવાનો આગ્રહ રાખે છે તેમ આમીરને ક્રિસમસનો ક્રેઝ છે. બન્ને બોકસ ઓફિસના ‘રાજા’ છે.૧૯૯૪માં આમીર અને સલમાને ડાયરેકટર રાજકુમાર સંતોષીની ફિલ્મ ‘અંદાજ અપના અપના’માં સાથે કામ કર્યું હતું. ત્યારથી બન્ને જીગરજાન દોસ્ત છે. જો કે, આમીર પ્રેકટીકલ છે. હમણાં ‘સિક્રેટ સુપરસ્ટાર’ના પ્રમોશન માટે સલમાન ખાનનો ટીવી શો ‘બીગ બોસ’માં ગયો ન હતો. આમીર માને છે કે દોસ્તી અપની જગહ, કામ અપની જગહ.હવે આમીર ખાનની આગામી ફિલ્મ ‘ધ ઠગ્સ ઓફ હિન્દોસ્તાં’ ૨૦૧૮ની ક્રિસમસ પર રીલીઝ થશે. તેમાં તેની સાથે અમિતાભ બચ્ચન, કેટરીના કેફ અને ‘દંગલ ગર્લ’ ફાતીમા સના શેખની મહત્વની ભૂમિકા છે.