તા. ૫.૫.૨૦૨૩ શુક્રવાર,
સંવંત ૨૦૭૯ વૈશાખ સુદ પુનમ
બુદ્ધ પૂર્ણિમા,કૂર્મ જંયતી, છાયા ચંદ્રગ્રહણ
નક્ષત્ર: સ્વાતિ
યોગ:સિદ્ધિ
કરણ: વિષ્ટિ
આજે જન્મેલાંની ચંદ્રરાશિ તુલા (ર,ત) રહેશે.
મેષ (અ,લ,ઈ) : જાહેરજીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા મેળવી શકો, સામાજિક સ્વીકૃતિ પ્રાપ્ત થાય,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ): સવાર બાજુનો સમય શાંતિથી વિતાવવા સલાહ છે, શત્રુઓ થી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવું.
મિથુન (ક,છ,ઘ): સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો, તમારી અંદરની રચનાત્મકતાનો લાભ લઇ શકો.
કર્ક (ડ,હ): જમીન-મકાન-વાહન સુખ સારું રહે,આરામદાયક દિવસ, સુખ સગવડ પ્રાપ્ત થાય.
સિંહ (મ,ટ): સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે,મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.
કન્યા (પ ,ઠ ,ણ ) : બેન્ક બેલેન્સ વધારી શકો,નાણાકીય આયોજન કરી શકો, પૈસા બાબત માં સારું રહે.
તુલા (ર,ત) : તમારા ક્ષેત્રમાં સફળતા મેળવી શકો, કાર્યસિદ્ધિ આપતો દિવસ, સમાજને કૈક કરી બતાવી શકો.
વૃશ્ચિક (ન ,ય ) : તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય , સિફત થી કામ લેવું ગુસ્સા માં આવી નિર્ણયો ના કરવા સલાહ છે .
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સગા સ્નેહી મિત્રો થી સારું રહે, નવા લોકો સાથે પણ સબંધ કેળવી શકો, પ્રગતિકારક દિવસ.
મકર (ખ ,જ ) : વેપારીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગને અનુકૂળ સમય, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
કુંભ (ગ ,સ,શ ) : ધ્યાન યોગ મૌનનો મહિમા સમજાય, પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.
મીન (દ ,ચ ,ઝ ,થ): અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પાડી શકો.
-જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨–
મહાસત્તાઓની સરખામણીમાં ભારતમાં વધુ અસર થશે નહિ!!
આજે છાયા ચંદ્રગ્રહણ થઇ રહ્યું છે ત્યારે અનેક જગ્યાએ વાતાવરણમાં ફેરફાર નોંધાય રહ્યા છે અને બે ગ્રહણ વચ્ચે ના સમયમાં ઘટનાક્રમ તેજ બન્યો છે. ચાર વત્તા બે ગ્રહો એમ છ ગ્રહો સીધા જ ગ્રહણમાં અસર કરનાર બની રહ્યા છે અને આગામી સમયને પડકારજનક બનાવી રહ્યા છે જો કે મહાસત્તાઓની સરખામણીમાં ભારતમાં વધુ અસર થશે નહિ!! પરંતુ આ સમયમાં મહાસત્તાઓએ નુકસાન વેઠવાનો સમય આવશે અને વિશ્વની રાજનીતિનો રંગ બદલતો જોવા મળશે.
ભારતીય ઉપખંડમાં પણ પાકિસ્તાન ના વિદેશમંત્રીની ભારત મુલાકાતથી ઘણા ફેરફાર આવવાની શક્યતા છે અને શરૂઆતમાં કેટલાક સારા પગલાં લેવાનું વિચારવામાં આવશે પરંતુ સ્થિતિને યથાવત કરવામાં કે સુધારવામાં ખાસ્સો સમય લાગશે તેવો સંકેત ગ્રહો આપી રહ્યા છે જો કે પાડોશીઓ મામલે ભારતે કડક વલણ લેવાનું શરુ કરી દીધું છે જે ભવિષ્ય માટે સારો સંદેશ છે.
ગોચર ગ્રહો મુજબ મહાસત્તાઓ સામે મહત્વના પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે અને રશિયાના રાષ્ટ્રપતિ ભવન પર ડ્રોન વડે હુમલો થયો છે તો બીજી તરફ મણિપુરમાં પણ હિંસા થવા પામી છે. અનેક નિર્માણાધીન ઇમારતોમાં દુર્ઘટનાના સમાચાર આવી રહ્યા છે.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨—