બાઈક પર આવેલા બે શખ્સોએ માથાકૂટ કરી હુમલો કરતા યુવકને સારવારમાં ખસેડાયો : પોલીસે સીસીટીવી આધારે આરોપીની શોધખોળ હાથધરી
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ અનેક મારામારીના બનાવો બનવા પામ્યા છે.ટાયર વધુ એક બનાવ સામે આવ્યો છે.જેમાં કુવાડવા રોડ પર સેલ પેટ્રોલપંપમાં પેટ્રોલ ભરવા બાબતે કર્મચારી – ગ્રાહક વચ્ચે બોલાચાલી થયા બાદ બે શખ્સોએ ઝગડો કરી છરી વડે હુમલો કરી કર્મચારીને ગંભીર ઇજા પહોંચાડ્યા અંગેનો બનાવ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે તેની દિશામાં તપાસ હાથધરી છે.
બનાવ અંગે મૂળ માંગરોળના મુકતુરપર ગામના રહેવાસી અને હાલ રણછોડનગર શેરી નં. 10માં રહેતા વિનોદભાઇ નાથાભાઇ ગરેજા( ઉ. વ 28 )ની ફરિયાદ પરથી પોલીસે સફેદ કલરની બાઈકમાં આવેલા બે આરોપી સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. ઇજાગ્રસ્ત યુવાને ફરિયાદમાં જણાવ્યું છે કે હું કુવાડવા રોડ ઉપર આવેલ સેલના પેટ્રોલપંપમાં પેટ્રોલ પુરવાનું કામ કાજ કરૂ છુ. સાંજના સાડા પાંચેક વાગ્યા ના સમયે હુ ઉપરોકત સ્થળે આવેલ પેટ્રોલ પંપના કાઉન્ટર ઉપર આવતા જતા ગ્રાહકના પેટ્રોલ ભરવાનુ કામ કરતો હતો ત્યારે એક સેદ કલરનું સ્કુટર ઉપર બે વ્યકિત પેટ્રોલ પુરાવવા મારી પાસે આવેલ.
જેમા એક લાંબા જેવો છોકરો હતો અને બીજો છોકરો બાઢીયા જેવો હતો જેમાં લાંબા જેવા છોકરાએ મને કહેલ કે અમા સ્કુટરમાં રૂ.110/- નું પેટ્રોલ પુરી આપો જેથી મેં સ્કુટર માં રૂ.110/-નું પેટ્રોલ પુરેલ અને પેટ્રોલના પુરવાના મશીન ની સ્ક્રીન ઉપર જોતા રૂ.110/- બતાવેલ જેથી મને તેણે કહેલ કે મારે રૂ.210/- નુ પેટ્રોલ પુરવાનુ મે તને કહેલ હતુ જે બાબતે આ લાંબા જેવા છોકરા સાથે બોલાચાલી થયેલ અને તેણે મને એક જાપટ મારેલ અને બાદ બંને શખ્સોએ યુવાનને છરી ચિકી દેતા તેને ગંભીર રીતે ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.અને પોલીસે યુવકની ફરિયાદ પરથી ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથધરી છે.