પીઆઇની બદલી બાદ પોલીસમેનની બદલીનો ઘાણો કાઢતા પોલીસ કમિશનર
રાજકોટ શહેર પોલીસમાં મોટા પાયે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા સાફ સુફી હાથ ધરવામાં આવી છે. જેમાં એક સપ્તાહ પૂર્વે એકી સાથે 15 થી વધુ પોલીસી ઇન્સ્પેકટરો બદલીના હુકમો કર્યા બાદ ક્રાઈમ બ્રાન્ચમાં 10 પોલીસમેન સહિત 28 પોલીસ કર્મચારીઓની સામૂહિક બદલીના હુકમો કરવામાં આવ્યા છે.જેમાં બે એએસઆઈ ,11 હેડ કોન્સ્ટેબલ, 14 પોલીસ કોન્સ્ટેબલ અને એક લોક રક્ષકનો સમાવેશ થાય છે અને છ પોલીસમેનોને ક્રાઈમ બ્રાન્ચમાં મૂકવામાં આવ્યા છે.
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા કરવામાં આવેલી બદલી પ્રમાણે તાલુકાના કોન્સ્ટેબલ સુધાબેનને મહિલા પોલીસ મથકમાં, ક્ધટ્રોલરૂમ કોન્સ્ટેબલ જયદીપભાઈને તાલુકા પોલીસ મથકમાં, ડીસીબીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઈને પ્રનગર ખાતે, દક્ષિણ વિભાગના જયંતીભાઈને ટ્રાફિક શાખામાં, સાયબર ક્રાઇમના કોન્સ્ટેબલ હરપાલસિંહને ક્રાઈમ બ્રાન્ચ ખાતે, તો ક્રાઇમ બ્રાન્ચના એએસઆઇ ચેતનભાઇને પ્રનગર પોલીસ મથકમાં બદલી કરવામાં આવી છે.
જ્યારે ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહને એ ડિવિઝન ખાતે, દેવશીભાઇને થોરાળા પોલીસ મથકમાં, શૈલેષભાઈને માલીવા નગર પોલીસ મથકમાં, જયપાલભાઈને કુવાડવા પોલીસ મથકમાં, નીલમબેનને યુનિવર્સિટી પોલીસ મથકમાં, ભૂમિકાબેનને પ્રનગર, નાઝનીન બેનને એસઓજી અને રણજીતસિંહને એ-ડિવિઝન પોલીસ મથકમાં બદલી કરવામાં આવી છે.
થોરાળા પોલીસ મથકના વિક્રમભાઈને ક્રાઈમ બ્રાન્ચના, યુનિવર્સિટીના સંજયભાઇને ક્રાઈમ બ્રાન્ચમાં, માલવિયાનગરના હિરેનભાઇને ક્રાઈમ બ્રાન્ચમાં, પ્રનગરના મહાવીરસિંહને ક્રાઈમ બ્રાન્ચમાં, યુનિવર્સિટી પોલીસ મથકના યુવરાજસિંહને ક્રાઈમ બ્રાન્ચમાં, ગાંધીગ્રામ પોલીસ મથકના મહેશભાઈને તાલુકા પોલીસ મથકમાં, જ્યારે મુખ્ય મથકના સામતભાઇને પેરોલ ફર્લો સ્કોવડ, યોગ્રજસિંહને ટ્રાફિક શાખા, કનુભાઈને પ્રનગર પોલીસ મથકમાં બદલી કરવામાં આવી છે.
તો બીજી તરફ મુખ્ય મથકમાં ફરજ બજાવતા ઉપેન્દ્રસિંહ ને એ ડિવિઝનમાં, ક્રિપાલસિંહ બી ડિવિઝન, જ્યારે બી ડિવિઝનના ભરતસિંહને એ ડિવિઝન ખાતે તો ટ્રાફિક શાખામાંથી મહાવીરસિંહ ને કુવાડવા અને જયેન્દ્રભાઈની આજીડેમ ખાતે બદલી કરવામાં આવી છે.