આગામી દસ દિવસમાં જ સરકાર નવા નિયમોની અમલવારી કરશે.
સ્ટાર્ટઅપને ઝડપભેર વિકસિત બનાવવા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ એન્જલ ટેક્સ સંબંધિત નિયમો જાહેર કરી શકે છે. સીબીડીટી મૂલ્યાંકન અને લાગુ પડવાની સ્પષ્ટતા પૂરી પાડવા માટે એન્જલ ટેક્સ પર નિયમો જાહેર કરી શકે છે. કેન્દ્રીય બજેટમાં સરકારે 1 એપ્રિલથી ભારતીય સ્ટાર્ટઅપ્સમાં વિદેશી રોકાણ માટેના નિયમો વધુ કડક બનાવ્યા હતા. સ્ટાર્ટઅપ્સ સતત કહે છે કે તેમને ભંડોળ ઊભું કરવામાં મુશ્કેલી પડી શકે છે. સરકારે કહ્યું કે હવે ભારતીય સ્ટાર્ટઅપ્સમાં પણ વિદેશી રોકાણ પર એન્જલ ટેક્સ લાદવામાં આવશે.
જ્યારે કોઈ સ્ટાર્ટઅપ ભંડોળ ઊભું કરે છે, ત્યારે તે તેના શેરના વાજબી મૂલ્ય કરતાં ઊંચી કિંમતે શેરનું વેચાણ કરે છે, જેના પર સરકાર ટેક્સ વસૂલે છે, જેને એન્જલ ટેક્સ કહેવાય છે. નોન-લિસ્ટિંગ કંપની દ્વારા વાજબી બજાર મૂલ્ય કરતાં વધુ રોકાણકારોને શેર વેચીને એકત્ર કરાયેલ ભંડોળ પર એન્જલ ટેક્સ વસૂલવામાં આવે છે. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ અને ઈન્કમ ટેક્સ એક્ટ હેઠળ અલગ-અલગ મૂલ્યાંકન માપદંડ છે. બે કાયદા હેઠળનો તફાવત આમાં વિવાદ સર્જી શકે છે. જ્યારે સ્ટાર્ટઅપ સેક્ટર વેલ્યુએશન પર સ્પષ્ટતાની માંગ કરી રહ્યું છે.
સ્ટાર્ટઅપમાં વેલ્યુએશન ને લગતા ઘણા પ્રશ્નો ઉદભવિત થતા હોય છે ત્યારે વિદેશી કંપનીઓ રોકાણ કરતા અચકાઈ છે. કારણ કે કોઈપણ સમયે વેલ્યુએશનના પ્રશ્નો ઊભા થતા હોઈ જો યોગ્ય રીતે ટેક્સ લેબ નિર્ધારિત કરવામાં આવે તો દેશી કંપનીઓને ઘણો ફાયદો મળશે અને જે સ્ટાર્ટ અપને લઈ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે તેનું નિવારણ પણ આવશે. એન્જલ ટેક્સ વિદેશી રોકાણકારો પાસેથી સ્ટાર્ટઅપ દ્વારા પ્રાપ્ત ભંડોળને અસર કરી શકે છે કારણ કે તેઓ કેટલીકવાર વૃદ્ધિની સંભાવનાના આધારે ઊંચા પ્રીમિયમ પર શેર વેચે છે. વિદેશી રોકાણકારો માટે એન્જલ ટેક્સનો વિસ્તાર કરવાનો ઉદ્દેશ્ય વિકસિત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપતી વખતે ભારતીય કંપનીઓમાં રોકાણના સ્વરૂપમાં નિવાસી અને બિન-નિવાસી રોકાણકારો વચ્ચે સમાનતા લાવવાનો છે.
પ્રાથમિક સ્તરના સ્ટાર્ટઅપ વિદેશી કંપનીઓ રોકાણ નહીં પરંતુ ગ્રાન્ટ આપે છે : દર્શીત આહ્વા
સ્ટાર્ટઅપ ક્ષેત્રે અગ્રેસર બનેલા દર્શિતભાઈ આહ્વાએ જણાવ્યું હતું કે હાલ વિદેશી કંપનીઓ ગ્રોથ લેવલના જે સ્ટાર્ટઅપ હોય તેમાં જ રોકાણ કરતા હોય છે કારણ કે તેમના રૂપિયા ડૂબી ન જાય પરંતુ ભારતમાં પ્રાથમિક સ્તરના સ્ટાર્ટઅપ વિદેશી કંપનીઓ ગ્રાન્ટ સ્વરૂપે નાણાં આપે છે અથવા તો તે કંપનીનો ઈક્વિટી હિસ્સો ખરીદી લે છે. બીજી સૌથી મોટું કારણ ભારતમાં 84 હજાર જેટલા નોંધાયેલા સ્ટાર્ટઅપ છે તેમાંથી માત્ર 207 ટપમાં જ વિદેશી કંપનીઓએ પૂર્ણ રોકાણ કર્યું છે કારણ કે તે ગ્રોથ લેવલના સ્ટાર્ટ હોવાથી તેમને યોગ્ય વળતર મળે તેવો આશાવાદ હોય છે. તરફ જે વિદેશી કંપની અહીં રોકાણ કરતી હોય અને જ્યારે કંપનીને પહોંચવામાં આવે ત્યારે કેપિટલ ગેઈન ટેક્સ 20 ટકા હોવાથી વિદેશી કંપનીઓને નુકસાની પણ વેઠવી પડે છે કારણકે વિદેશમાં આ ટેક્સની રકમ સામાન્ય હોય છે જ્યારે ભારતમાં અધધ 20 ટકા જેટલી હોવાથી તેમને આ નુકસાની ન થાય તે માટે તેઓ રોકાણ કરતા અચકાય છે.