જૂનાગઢ જિલ્લામાં પ્રવર્તમાન સ્થિાતી સંદર્ભે મકાન માલીક જયારે મકાન ભાડે આપે ત્યારે નિયત ફોર્મમાં સંબંધિત પોલીસ સ્ટેજશનને જાણ કર્યા સિવાય કોઇ વ્યંકિત મકાન ભાડે આપી શકશે નહીં. તેમ એક આદેશ જારી કરી, જૂનાગઢ અધિક જિલ્લામ મેજીસ્ટ્રેટ પી.જી. પટેલ એ જણાવ્યું છે. મકાન માલીકે આ માટે પોલીસને સાત કોલમમાં વિગતો આપવાની રહેશે. જેમાં મકાન માલીકનું નામ, સરનામું અને ટેલીફોન/મોબાઇલ નંબર તથા ભાડે આપેલ મકાનની વિગત અને વિસ્તાર, મકાન ભાડે આપવા સત્તા ધરાવતા વ્યકિતનું નામ, સરનામું, ટેલીફોન નંબર/મોબાઇલ નંબર, મકાન કઇ તારીખથી આપેલ છે. તથા માસીક ભાડું કેટલું છે, જે વ્યકિતને મકાન ભાડે આપેલ છે. તેનું પુરૂ નામ, હાલનું સરનામું, ટેલીફોન/મોબાઇલ નંબર, ફોટા સાથે, જે વ્યકિતને મકાન ભાડે આપેલ છે. તેમના મુળ વતનનું પાકુ સરનામું તથા ઓળખતા, ત્રણ સગા સબંધીના નામ અને સરનામા તથા મકાન માલીકને ભાડુઆતનો સંપર્ક કરાવનાર વ્યકિતનું નામ, સરનામું, ટેલીફોન/મોબાઇલ નંબર સહિતની વિગતો આપવાની રહેશે. અને આ આદેશનો ભંગ કરનાર વ્યરકિત ભારતીય દંડ, સંહીતાની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.