સુપ્રીમની માર્ગદર્શિકા અનુસાર પુણે પોલીસે કોન્સર્ટ રાત્રે 10ના ટકોરે બંધ કરાવી દેતા ચાહકોમાં નિરાશા
મહારાષ્ટ્રના પુણેમાં ઓસ્કાર વિજેતા સંગીતકાર એ.આર.રહેમાનનો રવિવારના રાત્રીના લાઈવ કોન્સર્ટ ચાલી રહ્યો હતો તે એક હવાલે દારે સુપ્રીમ ની માર્ગદર્શિકા અનુસાર 10 ના ટકોરે બંધ કરવી દેતા ચાહકોમાં નિરાશા જોવા મળી હતી જ્યારે આ સમગ્ર મામલાનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે.જે વાયરલ વીડિયોમાં એક પોલીસ અધિકારી સ્ટેજ પર ચાલતો જોવા મળ્યો હતો અને રહેમાન, અન્ય કલાકારો અને આયોજકોને સંગીત શો બંધ કરવા કહ્યું હતું.
વિગતો મુજબ પુણેના રાજા બહાદુર મિલ્સ ખાતે રવિવારના મહાન સંગીત ઉસ્તાદ એ.આર.રહેમાનના લાઇવ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટિકિટો લઈ મોટા પ્રમાણમાં લોકોની ભીડ ઉમટી હતી. ત્યારે રાત્રિના દસ વાગ્યે પોલીસ અધિકારીઓ દ્વારા આ લાઇવ કોન્સર્ટ અટકાવવામાં આવ્યું હતું. કારણકે સુપ્રીમની માર્ગદર્શિકા અનુસાર 10 વાગ્યા બાદ કોઈપણ લાઈવ કોન્સર્ટ ચાલી ન શકે જેથી પોલીસ કર્મીઓ દ્વારા કોન્સર્ટ અટકાવવામાં આવ્યું હતું. જ્યારે કોઈ વ્યક્તિએ આ સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.
જ્યારે આ મામલે બંડગાર્ડન પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર સંતોષ પાટીલે જણાવ્યું કે, “રાત્રે 10 વાગ્યાની સમયમર્યાદા પસાર થઈ ગઈ હતી, અમે એ.આર.રહેમાન અને અન્ય કલાકારોને શો બંધ કરવા કહ્યું. તેઓએ સૂચનાનું પાલન કર્યું અને શો બંધ કરી દીધો.” અને અન્ય કલાકારો તેની ઘડિયાળ તરફ સંકેત કરીને રોકવા માટે સંગીત વગાડતા હતા.જ્યારે આ સંબંધમાં કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી
આ પ્રકરણમાં એ.આર.રહેમાન દ્વારા સોમવારે એક ટ્વિટર પોસ્ટ કરવામાં આવી હતું જેમાં તેને જણાવ્યું હતું કે,”રોલર કોસ્ટર કોન્સર્ટ” દરમિયાન “બધા પ્રેમ અને ઉત્સાહ” માટે પુણેનો આભાર માનું છું, કોઈ આશ્ચર્યની વાત નથી કે પુણે આટલા બધા શાસ્ત્રીય સંગીતનું ઘર છે! અમે તમારી સાથે ફરી ગાવા ટૂંક સમયમાં પાછા આવીશું!” તેવું ઓસ્કાર વિજેતાએ તેના ચાહકોને જણાવ્યું હતું.