શિયાળાની ધીમી શરુઆત થઇ ચુંકી છે એવામાં જરુરી છે કે તમારા ખોરાકને બદલવો….! આ ઋતુમાં ગરમ ગરમ ભોજન ખુબ સારું લાગે છે તો આવો સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય વર્ધક પાલકનો સુપ બનાવીએ……
સામગ્રી :
પાલક- ૨૫૦ ગ્રામ
ટમેટા – ૨ નંગ
આદુ – ૧/૨ ઇંચનો ટુકડો
મીઠું – સ્વાદ અનુસાર
સંચળ – સ્વાદ અનુસાર
મરી પાઉડર – ૧/૪ નાની ચમચી
લીંબુ – ૧/૨ ચમચી
માખણ – ૧/૨ ટેબલ સ્પુન
ક્રિમ – ૨ ટેબલ સ્પુન
કોથમીર – ૧ ટેબલ સ્પુન
કેવી રીતે બનાવવું પાલક સુપ :
એક વાસણમાં સાફ કરેલી પાલક, ટમેટા અને આદુને સુધારી તેમાં પાણી ઉમેરી એક હુંફાળો આવ્યા બાદ થોડી વાર સુધી ઉકાળો. આટલું કર્યા બાદ તેને ઠંડુ કરો અને ઠરી ગયા બાદ તેને પીસી લ્યો. પીસેલાં મિશ્રણમાં ત્રણ કપ પાણી નાંખી તેને ગાળી લ્યો અને ગેસ પર ઉકળવા રાખો તેમાં મીઠું, મરી પાઉડર, સંચર ઉમેરી ૨-૩ મીનીટ સુધી પાકવા દો. બાદમાં બની ગયેલાં સુપમાં માખણ અને લીંબુનો રસ ઉમેરો. તેમજ એક બાઉલમાં કાઢી તેના પર ક્રિમ અને કોથમીરનું ગાર્નિશીંગ કરો અને ગરમા ગરમ સુપનો આનંદ ઉઠાવો.